અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ એઆઈ પર લગામ લગાવવાની તૈયારી કરી લીધી છે. સિલિકોન વેલીના કેન્દ્ર કેલિફોર્નિયાની સ્ટેટ સિનેટે આ સંબંધે રજૂ કરેલા એઆઈ સુરક્ષા બિલ ‘એસબી 1047’ને પસાર કર્યું છે. આવતા અઠવાડિયે રાજ્યના ઉપલા ગૃહમાંથી પસાર થયા બાદ આ બિલ કાયદો બની જશે. કેલિફોર્નિયા પહેલું રાજ્ય છે જેણે એઆઈને રેગ્યુલેટ કરવા સાહસિક પગલું ભર્યું છે.
આ બિલ એ ડેવલપર્સ પર વધારે જવાબદારી મૂકશે જે એઆઈ મોડલ વિકસાવવા માટે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે છે. આ બિલ કંપનીઓને એઆઈ મોડલના પરીક્ષણ માટે સખત વ્યવસ્થા કરવા મજબૂર કરશે.
જો કોઈ એઆઈ મોડલ કોઈને ગંભીર નુકસાન કે 4 હજાર કરોડ રૂપિયાથી વધુની હાનિ કરે છે તો ડેવલપર વિરુદ્ધ સખત કાર્યવાહી કરી શકાય છે.