Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં વર્ષ 2022 દરમિયાન સાયબર(માલવેર) એટેકમાં 31 ટકાનો વધારો નોંધાયો છે જેને કારણે કંપનીઓ સાયબર એટેક સામે તેઓને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો વધારવા માટે મજબૂર બની છે. રિપોર્ટ અનુસાર તેમાં 10 ટકા ઘટના ડેટા ચોરીની છે જ્યારે રેનસમવેર એટેકની ઘટનામાં પણ 53%નો વધારો જોવા મળ્યો છે. ‘2023 સોનિકવૉલ સાયબર થ્રેટ રિપોર્ટ’ અનુસાર ‘ક્રિપ્ટો જેકિંગ એટેક”માં 116%નો તેમજ “iOT એટેક’માં પણ 84 ટકાનો વધારો નોંધાયો છે. સોનિકવોલ યુએસ સ્થિત સાયબર સુરક્ષા પ્રદાતા છે.


અન્ય દેશોમાં માલવેર એટેકમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં તેમાં વધારો ચેતવણીરૂપ છે. ભારત જેવા શહેરોમાં હેકર્સ સાયબર હુમલા માટે તેનું નેટવર્ક સતત વધારી રહ્યાં છે. તેઓ અલગ અલગ પદ્ધતિઓ તેમજ કેટલાક ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ બનાવીને સાયબર હુમલાને અંજામ આપે છે.

સાઇબર સિક્યોરિટી માર્કેટ $173.5 અબજ ક્રોસ
વૈશ્વિક સ્તરે સાયબર સિક્યોરિટી માર્કેટ વર્ષ 2022માં $173.5 અબજને આંબી ગયું છે. તેમાં વર્ષ 2027 સુધીમાં 8.9 ટકા સાથેના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) સાથે તે $266.2 અબજને આંબશે. ભારતમાં સોનિકવોલનો 55 ટકા બિઝનેસ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ તરફથી આવે છે જ્યારે 45 ટકા SMEs તરફથી આવે છે. સંસ્થાઓ સતત નવા નવા પ્રકારના સાયબર હુમલાઓનો સામનો કરે છે જ્યાં સાયબર ઠગો કંપનીઓથી હંમેશા આગળ રહીને અલગ અલગ રીતે સાયબર હુમલાને અંજામ આપે છે.