Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ ડિવિઝનના વગડિયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને વધુ એક દિવસ લંબાવાયો છે જેથી વડોદરા-જામનગર ઇન્ટરસિટી હવે 16 જાન્યુઆરી સુધી રદ રહેશે. જ્યારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી હવે 17મી સુધી રદ રહેશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 15મીએ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે.


ઓખા-ભાવનગર એક્સપ્રેસ 16મીએ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. મુંબઈ સેન્ટ્રલ - હાપા દૂરંતો 15મીએ મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી દોડશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો 16મીએ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી આવક-જાવકમાં સુરેન્દ્રનગર સુધી દોડશે.