બ્રિટનની નવી લેબર સરકારે પ્રવાસી ભારતીય પ્રોફેશનલ્સના પક્ષમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફૅમિલી વિઝા માટે હવે વાર્ષિક આવકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરી દેવાઈ છે. આ નિર્ણયને પગલે બ્રિટનમાં રહેનારા 50 હજારથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને લાભ થશે. અગાની ઋષિ સુનક સરકારે પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા માટે આવકમર્યાદા 30 લાખથી વધારીને 41 લાખ કરી હતી.
આ વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થયેલા આ કાયદાને કારણે ભારતીયોના ફૅમિલી વિઝામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 2023માં 55 હજારે ફૅમિલી વિઝા માટે અરજી કરી હતી જ્યારે જુલાઈ, 2024 સુધીમાં 33 હજારે જ અરજીઓ કરી છે. લેબર પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં ફૅમિલી વિઝાની મર્યાદા ઘટાડીને પહેલાના સ્તરે લઈ આવવાનું વચન આપ્યું હતું.