રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોની ત્રણ દિવસથી ચાલી રહેલા ધરણા મોડી રાત્રે 1 વાગ્યે સમેટાયા થયા હતા. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને કુસ્તીબાજો વચ્ચે 7 કલાક ચાલેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તે 4 અઠવાડિયામાં તેનો રિપોર્ટ આપશે. શનિવારે તેના સભ્યોની જાહેરાત કરવામાં આવશે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે જ્યાં સુધી તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ ફેડરેશનનું કામ સંભાળશે નહીં. આ સમિતિ જ WFIના કામકાજ પર નજર રાખશે. બ્રિજભૂષણ સિંહે પણ તપાસમાં સંપુર્ણ સહકાર આપવાની વાત કરી હતી. આ તરફ બજરંગ પુનિયાએ પુણ કહ્યું હતું કે કેન્દ્રીય ખેલ મંત્રીએ અમારી વાતોને સાંભળી હતી અને આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. બજરેગં વધુમાં જણાવ્યું હતુ કે અમને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે, માટે અને અમારા ધરણા સમાપ્ત કરીએ છીએ.
યૌન શોષણના આરોપો મામલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુશ્તીબાજો વચ્ચેનો વિવાદ શુક્રવારે પણ આખો દિવસ ચાલ્યો હતો. બંને પક્ષો અખાડો છોડવા માટે તૈયાર નહોતા. દિવસભરના ઘટનાક્રમને આ રીતે સમજીએ...
બ્રિજભૂષણ શરણ સિંહ સવારે પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી. બપોરે 12 વાગે કહ્યું કે રાજીનામું આપવાનો સવાલ જ થતો નથી. જો હું મારું મોંઢું ખોલીશ, તો સુનામી આવી જશે. તેમણે 5 વખત પ્રેસ કોન્ફરન્સનો સમય બદલ્યો. સૂત્રોએ જણાવ્યું કે પ્રેસ કોન્ફરન્સ રદ કરવા માટે ઉપરથી દબાણ હતું.
કુસ્તીબાજોએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને પત્ર લખ્યો હતો. કુસ્તીબાજોનો આરોપ લગાવ્યા કે જ્યારે વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઈ હતી, ત્યારે રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે તેમને માનસિક રીતે એટલી પરેશાન કરી કે વિનેશે આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું.