ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ચોથી સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે એકંદરે 179મી ટેસ્ટ મેચ જીતી છે. ભારતીય ટીમ સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે સાઉથ આફ્રિકાની સાથે ચોથા સ્થાને છે. હવે ભારતની હાર કરતાં જીત વધુ છે. માત્ર ચાર ટીમ આ કરી શકી છે.
રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા હતા.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારત ટેસ્ટમાં ચોથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલામાં સાઉથ આફ્રિકાની બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 580માંથી 179 મેચ જીતી છે, સાઉથ આફ્રિકા 179 જીત સાથે હાલમાં ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 414 જીત સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ 397 જીત સાથે બીજા અને વેસ્ટ ઈન્ડિઝ 183 જીત સાથે ત્રીજા સ્થાને છે.