Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાજપ 2023 સુધી થનારી તમામ વિધાનસભા ચૂંટણી સામૂહિક નેતૃત્વના આધારે લડશે. એટલે કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહીં કરાય. જોકે, હાલના મુખ્યમંત્રીઓને ચૂંટણી જીત્યા પછી ફરી મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે. આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે, જ્યારે બાદમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને ત્રિપુરામાં ચૂંટણી છે.


આ પૈકી ગુજરાત, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભાજપ સત્તામાં છે. ભાજપે આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા દિવસોમાં ભાજપના સંસદીય બોર્ડના પુનર્ગઠન પછી ટોચના નેતાઓ એ અંગે સંમત થયા કે, સત્તાધારી રાજ્યોમાં નેતૃત્વને લઈને સત્તાવિરોધી માહોલ સર્જાયો છે. એટલું જ નહીં, સંગઠનમાં પણ અનેક સ્તરે ફરિયાદો છે. સંગઠન સ્તરે સંકલનનો પણ અભાવ છે. એટલે હાલના મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં ચૂંટણી લડવાના િવકલ્પથી બચવું જોઈએ.

આ અંગે એક વરિષ્ઠ ભાજપ નેતા કહે છે કે, ભાજપના મુખ્યમંત્રીઓ પણ એ વાતે સંમત છે કે, વિધાનસભા ચૂંટણીમાં ફક્ત પીએમ મોદીનો જ ચહેરો હોવો જોઈએ. આ ઉપરાંત કેન્દ્રની યોજનાઓને સત્તાધારી રાજ્ય સરકારો તરફથી યોગ્ય ડિલિવરીનું નેરેટિવ પણ સેટ કરવું જોઈએ.

રાજ્યોના મતદારોને એ સંદેશ આપવો જોઈએ કે, મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર યોગ્ય વિકલ્પ છે. પક્ષના એક મહા સચિવે કહ્યું કે, સામૂહિક નેતૃત્વનો અર્થ એ નથી કે, સત્તામાં આવી ગયા પછી મુખ્યમંત્રી બદલી નાંખવામાં આવશે. હોઈ શકે કે, હાલના મુખ્યમંત્રીને ફરી એકવાર તક અપાય. ગોવા કે ઉત્તરાખંડમાં ભાજપ આવું કરી જ ચૂક્યો છે.