Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

G20 સમિટના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને G20ની અધ્યક્ષતા સોંપી હતી. આ સાથે પીએમે સમિટના સમાપનની જાહેરાત કરી. બ્રાઝિલ આવતા વર્ષે G20 સમિટનું આયોજન કરશે. PMએ સંસ્કૃત ભાષામાં કહ્યું – સ્વસ્તિ અસ્તુ વિશ્વસ્ય! એટલે કે સમગ્ર વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય.


PM મોદીએ કહ્યું સમય સાથે ફેરફાર જરૂરી છે
સમિટના છેલ્લા સેશન બાદ PM મોદીએ કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે અને તેની સાથે વિશ્વની સંસ્થાઓએ પણ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું- અત્યાર સુધી UNSCમાં એટલા જ સભ્યો છે જેટલા તેની સ્થાપના સમયે હતા. કાયમી દેશોની સંખ્યામાં વધારો થવો જોઈએ.

'નવેમ્બરમાં વર્ચ્યુઅલ સેશનનો પ્રસ્તાવ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા. તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવા માટે અમે જે સૂચન કરીએ છીએ તેની સમીક્ષા કરવાની અમારી ફરજ છે. હું રજૂઆત છે કે નવેમ્બરના અંતમાં G20નું વર્ચ્યુઅલ સેશન યોજીએ. આપણે આ વર્ચ્યુઅલ સેશનમાં સમિટમાં નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ. હું આશા રાખું છું કે તમે બધા વર્ચ્યુઅલ સેશનમાં જોડાશો. આ સાથે હું G20 સેશનના સમાપનની ઘોષણા કરું છું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું- અસમાનતા દૂર કરવાની જરૂર છે
2024ના G20 સમિટ માટે બ્રાઝિલને અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ G20 નું પ્રમુખપદ પ્રાપ્ત કર્યા પછી કહ્યું- આજે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું કેટલું મહત્ત્વ છે. અમે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સંપત્તિ વધુ કેન્દ્રિત છે, જ્યાં લાખો લોકો હજુ પણ ભૂખ્યા રહે છે, જ્યાં સતત વિકાસ હંમેશા જોખમમાં રહે છે, જેમાં સરકારી સંસ્થાઓ હજુ પણ પ્રતિબિંબિત કરે છે. આપણે અસમાનતાના મુદ્દા પર ધ્યાન આપીશું ત્યારે જ આપણે આ બધી સમસ્યાઓનો સામનો કરી શકીશું. આવકની અસમાનતા, આરોગ્ય સંભાળ, શિક્ષણ, ખોરાક, લિંગ-જાતિ અને પ્રતિનિધિત્વની અસમાનતા પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિની 3 પ્રાથમિકતાઓ હશે.