Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતું. જો કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું.

 

ઘાટલોડિયા પીઆઈ વાય.આર.વાઘેલા એ આ અંગે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. જેમાં જણાવ્યા અનુસાર, ઋતુલ પટેલ ધારકના ફોઈનો દીકરો થાય છે. ઋતુલે ધારકને એવી ઓફર આવી હતી કે, અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાઈસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદ-વેચાણનો ધંધો કરવા માંગીએ છીએ. જેના 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે.

જેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતા. જેના આધારે આરોપીઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટુ લાઈસન્સ કઢાવીને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન થવા લાગ્યા હોવાથી તેને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. જેથી આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, ઋતુલ પટેલ, ઉદય મહેતા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને ધારકના ડોકયુમેન્ટસનો દુરુઉપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાઈસન્સ કઢાવ્યુ હતું. જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન કર્યા હતા.