રાજકોટમાં રહેતા 9 વર્ષના દર્શને મેડિટેશન ઓફ ઓરા કે જે એક આધ્યાત્મિક પ્રેક્ટિસ છે તેનાથી થર્ડ આઇ એક્ટિવેશનની શક્તિ મેળવી છે. આ શક્તિથી પોતાની બંને આંખ બંધ હોવા છતા વાંચી શકે, લખી શકે, કલર ઓળખી શકે અને રમતો પણ રમી શકે છે. આંખે પાટા બાંધી દુનિયાના ‘દર્શન’ કરી શકે છે દર્શન અને જોઇ અને વાંચી પણ શકે છે. આ દિવ્ય દ્રષ્ટિ દર્શનને ધ્યાનથી મળી છે.
5 વર્ષની ઉમરે દર્શને યોગ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેમ તેમના માતા હિનાબેન અને પિતા કૌશલભાઈ પટેલે જણાવ્યું હતું. યોગ અને ધ્યાનમાં પણ દર્શને થર્ડ આઈ એક્ટિવેશન અને મેડિટેશન ઓફ ઓરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જે સામાન્ય બાળકને કેટલાંક દિવસો પછી થર્ડ આઈ એકિટવ થાય છે એટલે કે તેની આધ્યાત્મિક પ્રેક્ટિસમાં આંખે પાટો બાંધ્યું હોય છતાં બધું દેખાય તે દર્શનને માત્ર બે કે ત્રણ જ દિવસમાં જ દેખાવા લાગ્યું. ત્યારથી લઇ આજ સુધી સતત મેડિટેશન ઓફ ઓરા કે જે એક આધ્યાત્મિક પ્રેક્ટિસ તે કરતો રહે છે જેનાથી તે નવી નવી પ્રવૃત્તિ કરે છે. આજે દર્શનની ઉંમર નવ વર્ષની છે તે આંખે પાટો બાંધી વાંચી શકે, લખી શકે, કલર ઓળખી શકે, રમતો રમી શકે અને સાઈકલ પણ ચલાવી શકે છે. આમ નિયમિત એક કલાક યોગ અને ધ્યાન કરી દર્શને રિમોટ વીંગ, એસ્ટ્રલર ટ્રાવેલિંગ, હિલિંગ અને સ્ક્રિનિંગની પણ શક્તિ મેળવી છે.