ડાંગ જિલ્લાના આહવા-ચીંચલી માર્ગ સ્થિત પાંડવા ગામ નજીક કત્લખાને લઈ જવાતા ભેંસ, પાડા, પીકઅપ ગાડી સહીત 11 ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આહવા પોલીસને મળેલી બાતમીના આધારે પાંડવા ફાટક પાસે 6 જેટલી પિકઅપ જીપમાં 4 ભેંસ અને 19 જેટલા પાડાઓ ખીચોખીચ ભરી મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવાની પેરવી કરતા હોવાથી પોલીસે તપાસ હાથ ધરતાં ભાંડો ફૂટ્યો હતો.