Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના મોરબી રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર બદઇરાદો રાખી તેને સ્કૂલના ઉપરના માળે લઇ જઇ લંપટ શિક્ષકે બીભત્સ હરકતો કરી હતી, વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક પ્રતિકાર કરી સકંજો છોડાવ્યો હતો, શિક્ષણજગતમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી અને અંતે તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.


મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી ડી.કે. એજ્યુવિલા નામની સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 11 વર્ષની વિદ્યાર્થિની ગત તા.27ના સાંજે પોતાના ક્લાસરૂમમાં હતી ત્યારે ગણિત-વિજ્ઞાન વિષયનો શિક્ષક સાગર વાઢેર તેને સ્કૂલના ઉપરના માળે લઇ ગયો હતો અને ત્યાં વિદ્યાર્થીનીને જબરદસ્તીથી પકડી લઇ બીભત્સ હરકતો કરી હતી, વિદ્યાર્થિનીએ હિંમત દાખવી તેનો સકંજો છોડાવ્યો હતો, વિદ્યાર્થિની ભાગી રહી હતી ત્યારે ફરીથી તેને પકડીને સાગર વાઢેરે આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે સાગર વાઢેરની આગવીઢબે પુછપરછ કર્યા બાદ તેને જેલહવાલે કરાયો હતો.