Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓની વિગતો હજુ સુધી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) પોર્ટલ પર અપડેટ કરવામાં આવી નથી. આ ઘટના 15 ફેબ્રુઆરીની રાત્રે બની હતી, ત્યારથી 50થી વધુ દિવસ વીતી ગયા છે.


મંગળવારે, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરી અને 3 માર્ચના રોજ બે રીમાઇન્ડર છતાં, ઉત્તર રેલવેના વાણિજ્યિક વિભાગે PMNRF પર મૃતકો અને ઘાયલોની વિગતો અપડેટ કરી નથી.

પીએમઓએ રેલવે મંત્રાલયને પોર્ટલ પર વિગતો અપડેટ કરવા જણાવ્યું હતું જેથી પીએમએનઆરએફમાંથી મંજૂર થયેલી સહાય અસરગ્રસ્ત પરિવારોને મળી શકે. કેન્દ્ર મૃતકોના પરિવારને ₹10 લાખની સહાય આપી રહ્યું છે.

15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આમાં 18 લોકોના મોત થયા હતા. આરપીએફના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે આ અકસ્માત થયો હતો.