મેષઃ-
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ- આ સમયે તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. કોઇપણ ખોટી વાત ઉપર ગુસ્સે થવાની જગ્યાએ તેને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ આજે ટાળો તો સારું.
વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકશે.
લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓ સફળ રહેશે. તમારી છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને તમે તમારી દિનચર્યામાં વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. યુવા વર્ગ પણ ગંભીરતાથી જીવનના મૂલ્યોને સમજશે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વડીલો તથા અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન લેવામાં સંકોચ ન કરશો. વિદ્યાર્થીઓએ ખોટી સંગતિથી દૂર રહેવું જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવા કામને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
લવઃ- લગ્નજીવનમાં સરળતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- ઘરમાં પરિજનો સાથે સમય પસાર કરીને તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો. આ સમયે પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. દરેક પરિસ્થિતિમાં તમે તાલમેલ જાળવી રાખશો.
નેગેટિવઃ- ઉધારને લગતું કોઇપણ પ્રકારનું લેવડ-દેવડ કરવું નહીં. કેમ કે દગાબાજી થવાની શક્યતા છે. બાળકોની ગતિવિધિઓ અને સંગતિ ઉપર પણ નજર રાખો. તેમને પોઝિટિવ કાર્યોમાં વ્યસ્ત રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં રોકાણને લગતી જટિલતાનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- ઘરની નાની-મોટી વાતોને ઇગ્નોર કરો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદી જેવી મુશ્કેલી આવી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ પ્રદાન કરશે. તમારી જીવનશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારી યોગ્યતા દ્વારા કોઇ વિશેષ કાર્યને સંપન્ન કરવામાં પણ તમે સક્ષમ રહેશો.
નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. વ્યક્તિગત કાર્યોને લગતું કોઇપણ રિસ્ક ન લેશો. કોઇપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોને આજે ટાળો તો સારું રહેશે.
લવઃ- પરિવારમાં એકબીજાનો પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- થોડી નિરાશા અને બેચેની જેવી સ્થિતિ રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- સંતોષજનક સમય ચાલી રહ્યો છે. દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવા માટે તમારા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળી શકશે. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.
નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો તથા બેદરકારીમાં આવીને કોઇપણ નિયમોનું ઉલ્લંઘન ન કરો. ઇગો અને અતિ આત્મવિશ્વાસ જેવા નકારાત્મક સ્વભાવ ઉપર કાબૂ મેળવવું જરૂરી છે.
વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં વ્યવસાયને લગતી થોડી પરેશાની સામે આવી શકે છે.
લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો ભરપૂર સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી નબળી રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- અનુભવી લોકોના સાનિધ્યમાં તમને થોડું પોઝિટિવ અનુભવ થઇ શકે છે. સ્ત્રીવર્ગ માટે સમય ખાસ અનુકૂળ રહી શકે છે. તેઓ પોતાના ઘર તથા કરિયર બંનેમાં સારું તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.
નેગેટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇની સામે કરશો નહીં. ધ્યાન રાખો કે વિતેલી નકારાત્મક વાતોનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. પેમેન્ટની લેવડ-દેવડ કરતી સમયે સાવધાન રહો.
વ્યવસાયઃ- પરિસ્થિતિ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં તમારી સમજણ અને વિવેક દ્વારા વ્યવસ્થામાં સુધાર આવશે.
લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં.
સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની એલર્જી કે પેટ ખરાબ થવાની સમસ્યાથી પરેશાન થઇ શકો છો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યપ્રણાલીના વખાણ થશે. કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. પારિવારિક જવાબદારીઓને પણ તમે યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.
નેગેટિવઃ- કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ કરશો નહીં. નહીંતર કોઇ કારણોસર થોડા સંબંધોમાં ખટાસ આવી શકે છે. કોઇપણ વિષમ પરિસ્થિતિમાં તમારી મનઃસ્થિતિને સંયમિત રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ રહેશે.
લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ વસ્તુના કારણે ઈજા પહોંચી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ઘરમાં કોઇ નજીકના સંબંધી આવવાથી ચહેલ-પહેલનું વાતાવરણ રહેશે. ભેટનું આદાન-પ્રદાન બધાને સુખ આપશે. યુવાઓ તેમની નોકરીને લગતા કોઇ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવા યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો કેમ કે તેના ખોવાઇ જવાના કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. શબ્દોનો પ્રયોગ સમજી-વિચારીને કરો, તેના કારણે અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને આવડતના કારણે સફળતા તમારો દરવાજો ખખડાવશે.
લવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે પરિવાર અને જીવનસાથીને સમય આપશો.
સ્વાસ્થ્યઃ- આ સમયે વર્તમાન વાતાવરણના કારણે સુરક્ષાને લગતા નિયમોનું ગંભીરતાથી પાલન કરવું જરૂરી છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. માત્ર તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે. જો કોઇ જમીનને લગતી કે પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો આજે તેનું યોગ્ય સમાધાન મળી શકે છે. એટલે કોશિશ કરતા રહો.
નેગેટિવઃ- વડીલોની સલાહ ઉપર અમલ કરો. ચોક્કસ તમારા માટે તે પોઝિટિવ રહેશે. ધ્યાન રાખો કે નાણાકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે.
વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રૂપિયાનું રોકાણ કરવું ભવિષ્યમાં વધારે ફાયદાકારક સાબિત થવાનું છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાથી રાહત મળી શકે છે. ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં રાખશે. ઘરના કોઇ સભ્યના લગ્નને લગતી વાત થઇ શકે છે.
નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇપણ પ્રકારની ઉધારી ન કરો. જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝવાળા દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. જેનાથી તમારી પણ લોકપ્રિયતા વધશે. લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન આપો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે.
નેગેટિવઃ- વ્યક્તિગત જીવનમાં થોડી નકારાત્મક વાતો ફરી સામે આવી શકે છે. જેનાથી તમારા મનોબળમાં ઘટાડો આવશે તથા કાર્યક્ષમતા પણ પ્રભાવિત થશે. આ સમયે પોઝિટિવ પ્રવૃત્તિના વાતાવરણમાં સમય પસાર કરવો જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લીધેલો કોઇ ઠોસ નિર્ણય સારો સાબિત થશે અને સફળતા પણ મળશે.
લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય અને સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- થોડો સમય પોતાની સાથે પણ પસાર કરો. આત્મ અવલોકન કરવાથી તમને ખૂબ જ વધારે માનસિક સુકૂન અને શાંતિ મળશે. તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ તમે પ્રાપ્ત કરશો. ચોક્કસ જ તમને કોઇ વિશેષ લાભ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થયને લઇને મુશ્કેલી આવી શકે છે. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ અધૂરા રહી શકે છે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ અન્યની મદદ લેવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓને શરૂ કરે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ પ્રોડક્શનને વધારશે.
લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ પ્રેમ પૂર્ણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે કાર્યભારના કારણે પગમાં દુખાવો અને થાકની સમસ્યા રહી શકે છે.