સપ્તાહ બાદ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. આ સમયે જ મોટા જથ્થામાં ફરસાણ બનાવીને સ્ટોક કરીને રખાય છે જેથી એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવામાં આવે છે. જેને લઈને ફૂડ શાખાએ ફરસાણ અને મીઠાઈ વેચતા 50થી વધુ ધંધાર્થીઓની તપાસ કરી હતી જેમાં 13 ધંધાર્થીઓને નોટિસ અપાઈ હતી અને 12 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. નિર્મલા રોડ પર આનંદ ફરસાણમાંથી 8 કિલો, ઉમિયા ફરસાણમાંથી 1.5 કિલો, હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાંથી 2.5 કિલો દાઝિયાતેલનો નાશ કરાયો છે. સર્વેલન્સ ચેકિંગમાં મવડી બાયપાસ રોડ પર જીજીએમ સ્વીટમાંથી કેશર પેંડા જ્યારે મવડીમાં અવધ રેસિડેન્સીમાં સદગુરૂ ડેરીમાથી છૂટક દૂધના નમૂના લેવામાં આવ્યા છે.