આ વર્ષે ઘઉંના પાકની સાનુકૂળ સ્થિતિ છે જેને ધ્યાનમાં રાખતા સરકારની માર્ચથી શરૂ થતા 2023-24ના માર્કેટિંગ વર્ષ માટેની ઘઉંની ખરીદી 30-40 મિલિયન ટન સાથે સામાન્ય રહેશે. FCIના ચેરમેન અને એમડી અશોક મીનાએ જણાવ્યું હતું કે ઘઉંનો વાવેતર વિસ્તાર ગત વર્ષ કરતાં વધુ છે. અત્યારે ઘઉંના પાકની સ્થિતિ સારી છે. એટલે જે વર્ષ 2023-23 માટે ઘઉંની ખરીદી 30-40 મિલિયન ટન રહેશે.
ગત વર્ષે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો તેમજ ઉચ્ચ નિકાસને કારણે ઘઉંની ખરીદી ઘટી હતી. તાપમાનમાં વધારાને કારણે ઘઉંના પાકને કોઇ અસર થશે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું હતું કે તેની કોઇ અસર જોવા મળશે નહીં અને ટૂંકા ગાળા માટે પાકને કોઇપણ પ્રકારનું નુકસાન નહીં થાય.