Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


મેષઃ-

પોઝિટિવઃ- આ મહિનામાં તમે અનેક પ્રકારના કામમાં વ્યસ્ત રહેશો. પરિવારમાં કોઈના લગ્નનો સંબંધ આવી શકે છે. મુશ્કેલ કામને પણ તમે મહેનતથી પૂરું કરી લેશો. થાક લાગવા છતાં તમારી ઊર્જા જળવાઈ રહેશે. પારિવારિક વિવાદનું સમાધાન થતાં ઘરમાં શાંતિ રહેશે.

નેગેટિવઃ- લેન-દેનમાં સાવધાની રાખવાની જરૂર છે. ગુસ્સા અને ઊતાવળ પર કંટ્રોલ રાખજો. જરૂરિયાત વખતે બાળકોનું માર્ગદર્શન કરતાં રહો. પડોશીઓની સાથે કોઈ વાતે ન ઝઘડશો.

વ્યવસાયઃ- પોતાના વ્યવસાયને લગતી નીતિઓ અને યોજના બનાવી છે, તેની ઉપર અમલ કરવા માટે અનુકૂળ સમય છે. નવા વ્યાવસાયિક સંબંધો ફાયદાકારક સાબિત થશે.

લવઃ- દામપત્ય જીવનમાં મધુરતા અને સારો તાલમેળ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. એક્ટ્રા મેરિટલ અફેરથી સુખ-શાંતિ ભંગ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને નકારાત્મક વિચારોને હાવી ન થવા દેશો. માથાનો દુઃખાવો, થાક જેવી પરેશાનીઓ રહેશે.

---------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પ્રગતિની તકો મળી શકે છે. અનુકૂળ સમયનો ફાયદો ઊઠાવજો. અટવાયેલાં કામ પૂરાં કરવા માટે સારો સમય છે. વિરોધીઓ હાવી થાય પરંતુ તમારા વ્યક્તિત્વની સામે તેમના હેતુ સફળ નહીં થાય.

નેગેટિવઃ- કેટલાક પડકારો આવશે, પરંતુ ધૈર્ય અને સંયમ રાખજો. ગુસ્સા પર કંટ્રોલ રાખજો. થોડો સયમ આત્મ ચિંતન કરવામાં પસાર કરો. સંતાનના જીદ્દી વર્તનથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- બિઝનેસ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. કામકાજને વધારવાની યોજનાઓ પર કામ થશે. તેના પરિણામો પર ઝડપથી મળશે. તમે ધૈર્ય અને વિવેકથી કોઈ અધિકારીની મદદથી પરેશાનીઓને હલ કરશો.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. ઘરના વડીલ લોકોના આશીર્વાદ અને માર્ગદર્શનથી પરિવારમાં સુખ વધશે. પ્રેમ પ્રસંગથી બદનામી થઈ શકે છે. સાવધાન રહેજો.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેજો. તમારી આદતો અને રૂટિનને એકદમ વ્યવસ્થિત રાખો. બ્લડ પ્રેશર કે હાર્ટ પેશન્ટને પોતાનું ધ્યાન રાખવું.

---------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આખો મહિનો ખૂબ જ સુખદ અને ઉપલબ્ધિ આપનારો રહેશે. મુશ્કેલ કામ પણ તમે મહેનતતી પૂરું કરી લેશો. થાક રહેવા છતાં તમે ઊર્જાવાન રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાવાથી શાંતિ રહેશે. ધાર્મિક યાત્રાનો પ્રોગ્રામ બને.

નેગેટિવઃ- દેખાડો કરવાના ચક્કરમાં ખર્ચો કરવા કે દેવું લેવાથી બચજો નહીં તો આર્થિક સ્થિતિ ગડબડાઈ જશે. થાક અને વહેમથી તમારી પરેશાનીઓ વધી શકે છે. હેસિયત કરતાં વધુ ઉધાર ન લો. બાળકનું માર્ગદર્શન કરજો.

વ્યવસાયઃ- બિઝનેસના કામ સારી રીતે ચાલશે. ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારે કામની રીત બદલવાની જરૂર રહેશે. કોઈ કર્મચારીને લીધે પરેશાની રહી શકે છે. સારી રણનીતિ બનાવીને કામ કરજો.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સારો તાલમેળ રહેશે. ઘરનો માહોલ પણ સુખદ રહેશે. એક્ટ્રા મેટિટલ અફેરને લીધે ઈમેજ ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુઃખાવો અને સર્વાઈકલની સમસ્યા વધી શકે છે. રેગ્યુલર યોગા અને કસરત કરો. ઘરના સદસ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

---------------------------------------


કર્કઃ-

પોઝિટિવઃ- ઉધાર આપેલ કે ફસાયેલાં રૂપિયા કઢાવવા માટે આ સમય સારો છે. ફાયનાન્સ કે લેન-દેનને લગતા કામ ચાલતા રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને મદદ તમારા માટે ભાગ્યોદય કરાવનારા રહેશે.

નેગેટિવઃ- થોડો સમય આત્મ ચિંતન કરવામાં લગાવો. તમારા ગુંચવાયેલાં સવાલોના જવાબ મળશે. લાગણી કે ઉદારતાને કંટ્રોલમાં રાખજો. આ નબળાઈઓનો બીજા ફાયદો ઊઠાવી શકે છે.

વ્યવસાયઃ- બિઝનેસમાં પોતાની યોજનાઓ અને કામ કરવાની રીત સીક્રેટ રાખજો. તમારો જ કોઈ કર્મચારી તમારી સૂચનાઓ લીક કરી શકે છે. તમારા કામની ક્વોલિટી સુધારવાની જરૂર છે.

લવઃ- વાતાવરણ સુખદ રહેશે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પરિવારના લોકોની મંજૂરી મળી જશે.

સ્વાસ્થ્યઃ- પોતાના સામર્થ્યથી વધુ કામ લેવાથી થાક, તણાવ અને શરીરમાં દુઃખાવો રહેવાની સમસ્યા રહેશે. વાયુ વિકાર વધે તેવી વસ્તુઓ ન ખાશો.

---------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ મહિને ધાર્યા પ્રમાણે કામ થશે. બાળકોના અભ્યાસ કે કરિયરને લગતી સમસ્યાનું સમાધાન મળશે. વડીલોના આશીર્વાદ અને પ્રેમથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે. કોઈ સંબંધી કે મિત્ર તરફથી મળતી સૂચના તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- પોતાની મનોવૃત્તિ સંતુલિત રાખો. ગુસ્સાને કંટ્રોલમાં રાખો. કોઈ રોકાણ કે લેનદેનને સ્થગિત રાખજો. ફાયનાન્સને લગતા કામમાં નુકસાન થઈ શકે છે. લાગણીઓ પર કંટ્રોલ રાખજો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં હલચલ રહેશે. કેટલાક પ્રભાવશાળી લોકોની સાથે મુલાકાત થશે. બિઝનેસ વધારનારી યોજનાઓ પર કામ થશે. સેલ્સ-ટેક્સ, જીએસટી સાથે જોડાયેલ કામ ઝડપથી પૂરાં કરજો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેળમાં ગડબડ થઈ શકે છે. સમયસર પરેશાનીઓનો ઉકેલ લાવજો. પ્રેમ પ્રસંગોમાં અવિશ્વાસ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધુ ભારે અને તળેલું ભોજન ન ખાશો. એસીડીટી અને કબજીયાત થઈ શકે છે.

---------------------------------------


કન્યાઃ-

પોઝિટિવઃ- આ મહિને વ્યસ્ત રહેશો અને લોકપ્રિયતા વધશે. મહિનાની મધ્યમાં હકારાત્મક વાતો સામે આવશે. ઘરના વડીલોના આશીર્વાદ અને મદદથી તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમે ઊર્જાવાન રહેશો.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના ઉધાર લેવા કે લેન-દેનના મામલાઓ ટાળજો. નજીકના સંબંધીઓને લઈને કનફ્યૂઝન અને હતાશા જેવી સ્થિતિ રહેશે. પોતાના વિચારોને સ્થિર રાખજો. પોઝિટિવ રહેવા વગદાર લોકો સાથે સમય પસાર કરજો.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતી ગતિવિધિઓ વધી શકે છે. જેનાથી સારા પરિણામ પણ મળશે. બિઝનેસમાં પોતાના કામની ક્વોલિટી સુધારવાની જરૂર છે. આ સમયે કામકાજને લગતા પડકારો સામે આવશે.

લવઃ- ઘરનો માહોલ સુખદ અને અનુશાસિત રહેશે. પરિવારના કોઈ સદસ્ય માટે લગ્નનો સંબંધ આવી શકે છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધુ કામકાજને લીધે પગ અને કમરનો દુઃખાવો રહી શકે છે., આરામ કરો.

---------------------------------------


તુલાઃ-

પોઝિટિવઃ- અટવાયેલાં કામ ફરી શરૂ કરી શકો છો. રોકાણને લગતા મામલાઓમાં વધુ ધ્યાન આપો. જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરજો. આત્મચિંતનથી માનસિક શાંતિ મળી શકે છે. મુશ્કેલ કામ તમે ઈચ્છાશક્તિના બળે પૂરું કરશો.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ સદસ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ઘરમાં કોઈ ફેરફાર કરી રહ્યાં હોવ તો વાસ્તુ નિયમોને અનુસરજો. કોઈની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો નહીં તો સંબંધો કડ઼વા થઈ શકે છે.

વ્યવસાયઃ- બિઝનેસના કામોમાં સુધારો થશે. નવા એગ્રીમેન્ટ મળશે અને આર્થિક ફાયદો થશે. કોઈ ડીલ કે લેનદેન કરતી વખતે એલર્ટ રહેજો. સહકર્મચારીઓની મદદ મળશે. નોકરીયાતોને ટા્ર્ગેટ પૂરો થવાથી કંપનીને અને તમને પણ ફાયદો મળશે.

લવઃ- પરિવારના લોકો વચ્ચે લાતમેળ રહેશે. મિત્રોની સાથે ગેટ-ટુગેધર થઈ શકે છે. કોઈ લગ્નને લગતો સંબંધ પણ નક્કી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો નથી. મહિલાઓના સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવું પડશે. કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે.

---------------------------------------


વૃશ્ચિક

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. અટવાયેલાં કામ આ સમયે પૂરાં કરવાનો પ્રયાસ કરજો. ઘરના નવીનીકરણ કે ફેરફારની યોજના બનશે. વિદ્યાર્થીઓ પણ આ સમયે અભ્યાસમાં ધ્યાન લગાવી શકશે.

નેગેટિવઃ- લાગણીઓ કે ઉદારતા જેવી નબળાઈઓને કંટ્રોલમાં રાખજો. સોશિયલ મીડિયા અને ફાલતૂ મિત્રોથી દૂર રહો. એ લોકો તમારો ખોટો ફાયદો ઊઠાવી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સમજી-વિચારી લેવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે પોતે હાજર રહેજો. કર્મચારીઓને લીધે પરેશાનીઓ આવી શકે છે. આ સમયે કામકાજને ગંભીરતાથી કરજો. દૂરના સ્થાને રહેલાં લોકો સાથે સંપર્ક રહેવાથી સારા ઓર્ડર મળી શકે છે. નોકરીમાં અધિકારીઓની મદદ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સંબંધો મજબૂત રહેશે. પારિવારિક માહોલ પણ ખુશનુમા રહેશે. પ્રેમ પ્રસંગો જાહેર થઈ શકે છે. તેની નકારાત્મક અસર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધુ કામ અને થાકને લીધે શારીરિક નબળાઈ અે શરીરમાં દુઃખાવાની સમસ્યા રહેશે. ઈમ્યુનિટી સિસ્ટમને સુધારજો.

---------------------------------------


ધનઃ-

પોઝિટિવઃ- રોકાયેલાં કામ તમે પોતાની ઈચ્છાશક્તિથી પૂરાં કરી શકો છો. જીવનને હકારાત્મક રીતે સમજવાનો પ્રયાસ કરો. અનેક ઉપલબ્ધિઓ મળી શકે છે. જો કે લાભની વધુ શક્યતા નથી. બજેટ સંતુલિત રાખજો. આત્મચિંતનથી માનસિક શાંતિ મળશે.

નેગેટિવઃ- બીજાની સલાહ લેવાને બદલે પોતાના પર ભરોસો રાખીને કામ કરો. કોઈ ખાસ કામમાં અડચણ આવવાથી નિરાશા હાથ લાગશે. પોતાને નબળા ન પડવા દેશો. ઘરમાં કોઈ બદલાવ કરતાં પહેલાં વાસ્તુનિયમોનું પાલન કરજો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર પર પૂરું નિયંત્રણ અને વર્ચસ્વ રહેશે. નવા એગ્રીમેન્ટ ફાયદાકારક રહેશે. જમીન-જાયદાદથી બિઝનેસમાં ફાયદો થશે. કર્મચારીઓનો સહયોગ મળશે. નોકરીયાતોને ટાર્ગેટ પૂરો થવાથી કંપનીને ફાયદો થશે.

લવઃ- ઘરની નાની-મોટી વાતોમાં દખલ ન દો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. મિત્રોની સાથે પારિવારિક ગેટ-ટુગેધર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પોતાની શક્તિથી વધુ કામ ન લો. મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે નહીં તો કોઈ ઈન્ફેક્શન થઈ શકે છે.

---------------------------------------


મકરઃ-

પોઝિટિવઃ- આ મહિને ધાર્યા પ્રમાણે ગતિવિધિઓ આગળ વધશે. સમાજ અને પરિવારમાં તમારું સન્માન જળવાઈ રહેશે. મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા અને ઓનલાઈન ગતિવિધિઓમાં ધ્યાન આપો. ભાઈઓની સાથે ચાલતી જૂની પરેશાનીઓનું સમાધાન મળશે. ફસાયેલાં રૂપિયા પાછા મળશે.

નેગેટિવઃ- પોતાના સ્વભાવમાં મેચ્યોરીટી લાવો. લાગણીઓથી નુકસાન થઈ શકે છે. કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લો. પોતાની યોજનાઓને સાર્વજનિક ન થવા દો. તમારી સાથે દગો થઈ શકે છે. ગુસ્સાને કંટ્રોલમાં રાખજો.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. પોતાના બિઝનેસ કોન્ટેક્ટ વધારજો. બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવા સમય અનુકૂળ છે. પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી અનેક કામ પૂરાં કરી શકશો.

લવઃ- પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં સારો તાલમેળ અને સામંજસ્ય રહેશે. જીવનસાથીની સલાહ અને મદદથી શાંતિ મળશે. પ્રેમ સંબંધોમાં એક-બીજા પર ભરોસો રાખવો જૂરૂરી છે.

સ્વાસ્થ્યઃ- મોસમની અસરથી બચવા સંતુલિત દિનચર્યા રાખવી જરૂરી છે. સુસ્તી અને થાક હાવી થઈ શકે છે. પોતાના ખાન-પાન અને રૂટિનનું ધ્યાન રાખો.

---------------------------------------


કુંભઃ-

પોઝિટિવઃ- આ મહિને અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. પોતાની દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખીને કેટલાક ખાસ કામ કરવા પડશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક પરેશાનીઓથી રાહત મળશે. મકાનના કામકાજમાં ઝડપ આવશે. ઘરમાં ધાર્મિક આયોજન થઈ શકે છે.

નેગેટિવઃ- બીજાના મામલાઓમાં દખલ ન દેશો. કેટલાક લોકો તમારી વિરુદ્ધ જશે. સારું રહેશે કે પોતાના અંગત અને પારિવારિક કામોમાં વ્યસ્ત રહો. સંયમથી ડેલી રૂટિનના કામ પૂરાં કરજો.

વ્યવસાયઃ- બિઝનેસમાં વિસ્તાર કરવાની યોજના બનશે. તેની પર અમલ કરવો ફાયદાકારક રહેશે. આ સમયે ખૂબ જ મહેનત કરશો તો સફળ પણ થશો. પાર્ટનરશીપને લગતા બિઝનેસમાં તાલમેળ રાખવો જરૂરી રહેશે. પોતાની વ્યાપારિક સૂચનાઓ સિક્રેટ રાખજો.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલી ગલતફેમી દૂર થશે. ઘરમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે. સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- મોસમને લીધે હળવી પરેશાનીઓ ચાલતી રહેશે. સંતુલિત દિનચર્યા અને ખાન-પાનથી સ્વાસ્થ્યને સારું રાખી શકો છો. વાહન સાવધાનીથી ચલાવજો.

---------------------------------------


મીનઃ-

પોઝિટિવઃ- સમય ફાયદેમંદ રહેશે. સંપૂર્ક સૂત્રો દ્વારા સારી જાણકારી મળી શકે છે. પોતાની ખામીઓથી શીખ લઈને આગળ વધવા પ્રયાસ કરજો. મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા અને ઓનલાઈન ગતિવિધિઓ પર પોતાનું ધ્યાન રાખજો. જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- પોતાની યોજનાઓને સાર્વજનિક ન કરો. તમે મુસીબતમાં પડી શકો છો. ઈનકમની સાથે ખર્ચો પણ વધશે. જેનાથી સેવિંગ નહીં કરી શકો. ગુસ્સા પર કંટ્રોલ રાખજો. પોતાના સ્વભાવમાં મેચ્યોરીટી રાખજો.

વ્યવસાયઃ- બિઝનેસ અને નોકરીમાં સમય પ્રમાણે ફેરફાર કરવો જરૂરી છે. બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો સમય અનુકૂળ છે. પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી અટકેલાં કામ પૂરાં કરી શકો છો.

લવઃ- ઘરમાં શાંતિપૂર્ણ અને અનુશાસિત માહોલ રહેશે. જીવનસાથીની સલાહ પણ તમને મળી રહેશે. લવ અફેયરને લગ્નમાં બદલવા માટે પરિવારની મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાક રહેશે. પોતાના ખાન-પાન અને રૂટિનમાં લાપરવાહી કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. બદલાતી સિઝનમાં પોતાનું ધ્યાન રાખજો.