કર્ણાટક હાઈકોર્ટે સરકારી શાળાઓમાં બાળકોને યુનિફોર્મ ન આપવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે સરકારને આ માટે શરમ આવવી જોઈએ. ખરેખરમાં, કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ બી વીરપ્પા અને કેએસ હેમલેખાની બેંચે 2019માં આ અંગે આદેશ આપ્યો હતો. સરકારે આ આદેશનું પાલન કર્યું ન હતું, જેના કારણે એક અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવા જોઈએ. પરંતુ કર્ણાટકની ઘણી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ, પગરખાં અને મોજાં આપવામાં આવતા નથી.
કોર્ટે કહ્યું- બાળકોના શિક્ષણ સાથે રમત કરવી એ કોર્ટ સાથે રમત કરવા સમાન છે
જસ્ટિસ વીરપ્પાએ કહ્યું, "આવી ભૂલ સરકાર માટે શરમજનક બાબત છે. બાળકોના શિક્ષણ સાથે રમત કરવી એ કોર્ટ સાથે રમવા કરવા સમાન છે. બિનજરૂરી વસ્તુઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, છતાં આવી દુર્દશા. અમે આ બાબતોને સહન નહીં કરીએ. શું આ રાજ્ય સરકાર માટે શરમજનક નથી? આ તદ્દન દુર્ભાગ્યપૂર્ણ છે.