Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાનગરપાલિકામાં શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. જેના એજન્ડામાં કુલ 22 દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં રેસકોર્સ સંકુલમાં આવેલા માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમતગમતની ટૂર્નામેન્ટ યોજવાની સાથોસાથ તેને લગ્ન પ્રસંગ, દાંડિયારાસ, નવરાત્રિ અન્ય વ્યવસાયિક,

ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમ તથા મ્યુઝિકલ નાઇટ યોજવા માટે ભાડે આપવા બજેટમાં કરેલી જોગવાઇ મુજબનો નિર્ણય લેવાયો છે અને તેને ભાડે આપવા માટે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે. જેમાં નવરાત્રિનું 15 દિવસનું ભાડું રૂ.30 લાખ નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ભાજપ, ભગવાનજીભાઇ તળાવિયા, પ્રફુલભાઇ ગંગદેવ, ભારતીબેન હિરપરા, નિર્મળાબેન પીપળિયા, જયંતીભાઇ સગપરિયા, સરકાર વતી કલેક્ટરને શીતલ પાર્કમાં કપાત થતી તેમની જમીનના વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ બે-બે વખત પેન્ડિંગ રાખ્યા બાદ હવે ફરી મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી છે અને આ વખતે આ દરખાસ્ત મંજૂર કરી દેવાશે તેમ કહેવાય છે.