ગબ્બર પરિક્રમા મહોત્સવમાં જય ભોલે ગ્રૂપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની મા અંબાને પવિત્રતાના પ્રતીક સમી ચામર અર્પણ કરવામાં આવશે. 12મી ફેબ્રુઆરીના રોજ શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજાશે. શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતી માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતીક રૂપ ચામર અર્પણ કરી હતી.
આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજાશે. શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતી માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી.