રાજકોટમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસાદ શરૂ થયો હતો. જોકે 10 વાગ્યાની આસપાસ શહેરના માધાપર ચોકડી, જામનગર રોડ, ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ઢેબર રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રેસકોર્સ રિંગ રોડ, જંક્શન, ગોંડલ રોડ પર રસ્તા પર પાણી ભરાયા હતા અને વાહનચાલકો પરેશાન થયા હતા. હાલ પણ સમયાંતરે ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેને પગલે શહેરના સેન્ટ્રલ ઝોનમાં 32 mm, વેસ્ટ ઝોનમાં 42 mm અને ઇસ્ટ ઝોનમાં 21 mm સહીત કુલ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.