Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે તેથી ત્યાં દેખભાળ સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લાંં કેટલાંક વર્ષોમાં ચાઇલ્ડ કેર (બાળસંભાળ) સુવિધાઓમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે વૃદ્ધો માટેની સુવિધાઓમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ 2017માં 40,000થી વધુ બાળસંભાળ કેન્દ્રો હતાં જે ગયા વર્ષના અંત સુધીમાં ઘટીને 30,900 થઈ ગયાં. બીજી તરફ વૃદ્ધોની સુવિધાઓ માટે બનાવવામાં આવેલી વિવિધ સંસ્થાઓની સંખ્યા 2017માં 76,000થી વધીને 2022માં 89,643 થઈ છે.


આ સંસ્થાઓમાં વરિષ્ઠ સંભાળ ગૃહો, વિશિષ્ટ હોસ્પિટલો અને વેલ્ફેર એજન્સીઓ સામેલ છે. તે વૃદ્ધોને સામાજિક સેવાઓ અથવા સુરક્ષાને લગતી બાબતોમાં મદદ કરે છે. તેવી જ રીતે બાળસંભાળ સુવિધાઓમાં જાહેર સેવાઓ તેમજ ખાનગી અને કોર્પોરેટ સેવાઓ સામેલ છે. આ ફેરફાર દક્ષિણ કોરિયામાં વર્ષોથી ચાલી રહેલી સમસ્યાને દર્શાવે છે, જેને હલ કરવામાં અત્યાર સુધી નિષ્ફળ મળી છે.

અહીં વિશ્વમાં સૌથી ઝડપથી વધતી વૃદ્ધ વસ્તી છે. આ સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના 40% થી વધુ લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમની આવક ઘરના સરેરાશ ખર્ચ કરતાં 50% ઓછી છે. વૃદ્ધ ગરીબી દર અને તેમની વધતી જતી સંખ્યાને કારણે આગામી વર્ષોમાં તેમની સંભાળ માટે સંસ્થાઓની માંગ વધવાની તૈયારી છે.