રાજકોટ શહેરમાં રામવનમાં ટિકિટ જાહેર થયા બાદના પ્રથમ દિવસે 4200થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી જેમાંથી 686 બાળક જ્યારે આ સિવાયના 3500 વયસ્ક હતા અને પ્રથમ દિવસે કુલ 77000 રૂપિયાની ટિકિટ વેચાઈ છે. રામવનનું જન્માષ્ટમી દરમિયાન લોકાર્પણ કરાયું હતું અને ત્યારે વિનામૂલ્યે પ્રવેશ જાહેર કરાયો હતો ત્યારબાદ 31મીથી ટિકિટના દર લાગુ કરાયા હતા જેમાં વયસ્કો માટે 20 રૂપિયા જ્યારે 3થી 12 વર્ષના બાળકો માટે 10 રૂપિયા નક્કી કરાયા છે. દર લાગુ થયાના પ્રથમ દિવસે જ રામવનમાં પ્રવેશ માટે કતારો લાગી હતી કુલ 77000 રૂપિયાની આવક થઇ હતી
જેમાં 686 બાળકની ટિકિટ જ્યારે 3525 વયસ્કની ટિકિટ લેવાઈ હતી. રામવન નવું આકર્ષણ હોવાથી લોકો વધુ રસ લઈ રહ્યા છે. ખાસ કરીને શુદ્ધ વાતાવરણ હોવાથી ટહેલવા જતા લોકોની સંખ્યા વધુ હોય છે આ માટે સાંજના સમયે વધુ લોકો આવે છે પણ રામવનનો સમય 6 વાગ્યા સુધીનો જ છે.