ગુજરાત રાજ્યમાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે જોકે પ્રથમ વખત એવું જોવા મળ્યું છે કે, ચારે કોર વરસાદ પણ એકમાત્ર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ખૂબ અછત છે. આ વિસ્તારોમાં ખેડૂતો અને શહેરીજનો ચિંતાતુર છે કે બધે વરસાદ છે પણ તેમના જ વિસ્તારમાં વરસાદ નથી તો શું સિઝન બગડી જશે? જોકે આવતા સપ્તાહ સુધીમાં બધે ભારે વરસાદ પડે તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર પછીના વિસ્તારને સૌરાષ્ટ્રનું દ્વાર માનવામાં આવે છે આ વિસ્તાર પસાર કરો એટલે સૌરાષ્ટ્રનો આરંભ થતો અને છેક દરિયાકાંઠા સુધી સૌરાષ્ટ્ર અને તેમાં વળી કાઠિયાવાડ અને સોરઠ પણ આવે. ગુજરાતમાં ચોમાસાનો આરંભ થાય અને એક વખત સૌરાષ્ટ્રના કાંઠે સિસ્ટમ પહોંચે એટલે બેથી ત્રણ દિવસમાં જ રાજકોટ અને છેક સુરેન્દ્રનગર સુધી શ્રીકાર વરસાદ પડે. આ વખતે એવું બન્યું છે કે, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર અતિભારે વરસાદને કારણે હોનારત જેવી સ્થિતિમાં મુકાયો છે. એક જ દિવસમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે.