Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સતત ત્રણ વર્ષ સાનુકૂળ ચોમાસા બાદ હવે ‘લા-નીના’ વિદાય લઇ રહ્યું છે. આગામી ત્રણ મહિના મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય એપ્રિલ વચ્ચે એનસો-ન્યૂટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના છે. અમેરિકા સ્થિત એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના તાજેતરના પૂર્વાનુમાન અનુસાર મેથી જુલાઇની વચ્ચે ‘અલ-નીનો’ની અસર દેખાઇ શકે છે. આ એ સમય છે, જ્યારે ચોમાસુ શરૂ થાય છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળો ચોમાસુ ગણાય છે.


ખાનગી એજન્સીઓના નિષ્ણાતોના મતે, ભારતમાં ચોમાસાને લઇને તે નકારાત્મક સમાચાર હોઇ શકે છે કારણ કે અલ-નીનોના વર્ષમાં દુકાળ પડવાની આશંકા 60 ટકા હોય છે, જ્યારે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30 ટકા અને સામાન્ય વરસાદની સંભાવના માત્ર 10 ટકા હોય છે. અલ નીનો એ સ્થિતિ છે જ્યારે પેસિફિક સમુદ્રમાં સમુદ્રી સપાટી ગરમ થઇ જાય છે. છેલ્લા 26 વર્ષમાં પાંચ વાર અલ નીનોની ઇફેક્ટ દેખાઇ છે. તેમાં ચાર વાર દુષ્કાળ પડ્યો હતો.