Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં વાહનો, મકાનો, વીજળી અને ટૂરિઝમની માંગ ઝડપથી વધી રહી છે. આ માટે બેંકો પાસેથી લોન લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ જ કારણ રહ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓટોમોબાઈલ,રિયલ્ટી,બેન્ક, પાવર, હોસ્પિટાલિટી અને પેપર કંપનીઓના વેચાણ અને નફામાં 20-20 ટકાનો વધારો થયો છે. સ્થાનિક કોર્પોરેટ ક્ષેત્રની સરેરાશ કામગીરી કરતાં આ ઘણું સારું પ્રદર્શન રહ્યું છે.


ડિસેમ્બર ક્વાર્ટરના અત્યાર સુધીમાં 2000થી વધુ કંપનીઓના પરિણામો આવી ચૂક્યા છે. તેમના વેચાણમાં 16.1% નો વધારો થયો છે પરંતુ નફામાં સરેરાશ માત્ર 5.3% નો વધારો થયો છે. જોકે, કોર્પોરેટ ખર્ચમાં 18.0% વધારો અને વ્યાજમાં 24.9% વધારાને કારણે અસર થઇ હતી. એક વર્ષ અગાઉ વેચાણમાં 24.3% અને નફો 35.9% વધ્યો હતો. આઇ બેન્ક ઓફ બરોડાના રિસર્ચ રિપોર્ટના અહેવાલ મુજબ વેચાણ - નફાના આંકડામાં વ્યાપક તફાવત બેઝ ઇફેક્ટને કારણે છે.