મેષ-
પોઝિટિવઃ અધરામાં અધરુ કાર્ય સરળતાથી પૂરુ કરી શકશો પણ તેના માટે દ્રઢ નિશ્વય સાથે કામ કરવાની જરુરિયાત રહેશે. વિદેશ જવાના પ્રયાસો કરતા લોકોને ખુશખબરી મળશે.
નેગેટિવઃ કોઈપણ નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિનાં તમામ પાસાઓ ચકાસી લેવા કારણ કે, બીજાની વાતમાં આવીને લીધેલા નિર્ણયોથી તમારુ નુકશાન થઈ શકે છે.
વ્યવસાયઃ વેપારમાં ધ્યાન રાખવાની જરુરિયાત છે. નોકરી ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠા પણ મળશે. પ્રોજેક્ટનાં કામને લઈને સાવચેત રહેશો નહીતર ભારે નુકશાન ભોગવવુ પડી શકે છે.
લવઃ દામ્પત્ય જીવન સુખી રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધો મધુર બનશે.
સ્વાસ્થ્યઃ કબજિયાત અને ગેસની સમસ્યાઓ સામે રાહત મળશે.
શુભ રંગઃ પીળો
શુભ અંકઃ 6
***
વૃષભ-
પોઝિટિવઃ જો કોઈ સરકારી કાર્યવાહી ચાલી રહી છે તો આજે આપણને તેની સાથે જોડાયેલો ઉપાય મળશે. કોઈ ખાસ મિત્રને મળવાનો યોગ સર્જાય. તમારો પક્ષ મજબૂત રાખો.
નેગેટિવઃ બીજાની અંગત પ્રવૃત્તિઓથી તમારી જાતને દૂર રાખો. તમારા વ્યક્તિગત અને પારિવારિક મામલાઓને મહત્વ આપો. બાળકોની સમસ્યાઓનું નિરાકરણ કરીને તેઓનું મનોબળ મજબૂત બનાવો. તેમની સાથે થોડો સમય પસાર કરો.
વ્યવસાયઃ તમારા અથાગ પ્રયત્નોથી કાર્યોમાં ચોક્કસ થોડો સુધારો થશે. તમારા દરેક કાર્યને ગંભીરતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
લવઃ દાંપત્ય જીવન સુખમયી રહેશે. કેટલાક મહત્વપૂર્ણ પારિવારિક કાર્ય વડીલોનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
સ્વાસ્થ્યઃ પેટને લગતી કોઈ સમસ્યા રહેશે.આ ઋતુમાં બહારના ભોજનથી બચો.
શુભ રંગઃ ભૂરો
શુભ અંકઃ 5
***
મિથુન-
પોઝિટિવઃ આવનાર સમય ખૂબ જ સારો રહેશે. કોઈ ખાસ કાર્યનું નિરાકરણ થવા જઈ રહ્યું છે. ફક્ત તમારા વિશે જ વિચારો અને તમારા માટે કામ કરો. કોઈ અનુભવી વ્યક્તિ સાથે જોડાયેલ પારિવારિક વિવાદનો ઉકેલ આવશે અને પરસ્પર સંબંધો ફરી મધુર બનશે.
નેગેટિવઃ આર્થિક સંકટ રહેશે પરંતુ, ખર્ચ પર કાપ મૂકવો પણ મુશ્કેલ બનશે. યોજનાઓને અમલમાં મૂકતા પહેલા કાળજીપૂર્વક વિચારો. સ્વભાવમાં અહંકારની લાગણી અંદર આવવા ન દો.
વ્યવસાયઃ વ્યવસાયિક કાર્યોમાં થોડી પરેશાનીઓ આવશે. તમારી જાતને સાબિત કરવા માટે સંઘર્ષ અને સખત મહેનતની જરૂર છે. વ્યાપારી સંપર્કો વધુ મજબૂત કરો. કોઈ મહત્વપૂર્ણ અથવા રાજકીય વ્યક્તિને મળવું ફાયદાકારક સાબિત થશે.
લવઃ કામમાં ચાલી રહેલી સમસ્યાઓની અસર પારિવારિક જીવન પર હાવી ન થવા દો. ધૈર્ય રાખવું ખૂબ જરૂરી છે.
સ્વાસ્થ્યઃ નસમાં ખેંચાણ અને દર્દનો અનુભવ થઈ શકે. કામ સાથે આરામ પણ જરુરી છે.
શુભ રંગઃ કેસરી
શુભ અંકઃ 9
***
કર્ક-
પોઝિટિવઃ સંજોગો તમારી તરફેણમાં સુખદ પરિવર્તન લાવી રહ્યા છે. સંબંધીઓ સાથે નબળા સંબંધોને સુધારવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. પરિવાર સાથે પ્રવાસનો કાર્યક્રમ પણ બનાવી શકાય છે.
નેગેટિવઃ પાડોશીઓ સાથે નકામી દલીલોથી દૂર રહેવું. ધ્યાનમાં રાખો કે, બીજાના કિસ્સામાં દખલગીરી કરવાથી તમારા આત્મસન્માનમાં ઘટાડો થઈ શકે છે.
વ્યવસાયઃ આ સમયે બિઝનેસ મામલે તમારી જવાબદારીઓ વધી શકે. તમારા વિરોધીઓ તમને થોડું નુકસાન પહોંચાડે છે. સરકારી સેવા કરતા લોકોને મોટી નોકરી મળી શકે છે.
લવઃ જીવનસાથીનાં ખરાબ સ્વાસ્થ્યને કારણે પારિવારિક જવાબદારી પણ પૂરી કરવી પડશે. યુવાનોનાં પ્રેમ સંબંધો મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ, પરિવારનાં સભ્યોનાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
શુભ રંગઃ ગુલાબી
શુભ અંકઃ 6
***
સિંહ-
પોઝિટિવઃ તમારી જીવનશૈલીને વધુ અદ્યતન રાખવાનો પ્રયાસ કરો. તમારા કામને નવો લુક આપવા માટે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો. વિદ્યાર્થીઓને
સ્પર્ધા સંબંધિત પ્રવૃત્તિઓમાં અણધારી સફળતા મળી શકે છે.
નેગેટિવઃ બીજાની અંગત બાબતથી ખુદને દૂર રાખો. અન્યથા, તેની નકારાત્મક અસર તમારા પારિવારિક જીવનને પણ અસર કરી શકે છે. પરિસ્થિતિઓનો ઉકેલ લાવવા માટે ધીરજ અને સંયમથી કામ કરો નહીં તો તમારી છબી બગડી શકે છે.
વ્યવસાયઃ કેટલાક અંગત કારણોને લીધે તમે બિઝનેસ પર વધારે ધ્યાન નહીં આપી શકો. તેની તમારા કાર્યસ્થળની વ્યવસ્થા પર નકારાત્મક અસર પડી શકે છે.
લવઃ પરિવારના સભ્યોની પરસ્પર સંવાદિતાને કારણે ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે. પાર્ટનર સાથે હરવા-ફરવાનો પ્લાન બનશે.
સ્વાસ્થ્યઃ વધુ પડતું મસાલેદાર ખાવાનું ટાળો નહીતર પેટમાં ગેસની સમસ્યા રહી શકે.
શુભ રંગઃ પીળો
શુભ અંકઃ 5
***
કન્યા-
પોઝિટિવઃ બપોર પછીનો સમય તમારા માટે સારો રહેશે. કોઈ સંબંધી દ્વારા મહત્વના સમાચાર પ્રાપ્ત થશે. જે તમારા ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. અટકેલાં પૈસા છૂટા થતાં આર્થિક સ્થિતિ પણ ઘણી સારી રહેશે.
નેગેટિવઃ દિવસનાં બીજા ભાગમાં થોડી પરેશાનીઓ આવશે. અચાનક તમારી સામે કોઈ સમસ્યા ઉભી થઈ જાય. કામના દબાણને કારણે તમે ફસાયેલા અનુભવશો. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત જરૂરી છે.
વ્યવસાયઃ તમે પ્રભાવશાળી વ્યવસાયી લોકો સાથે સંપર્ક બનાવશો, જેથી તમને મોટા ઓર્ડર પણ મળી શકે. સમય પર કામ પૂર્ણ કરવું તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે.
સરકારી સેવા આપતી વ્યક્તિઓની કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી પણ હોઈ શકે છે.
લવઃ કોઈ વાતને લઈને તમારે તમારા જીવનસાથીનો ગુસ્સો સહન કરવો પડી શકે છે. સંબંધોને સુધારો. તેમને કેટલીક ભેટો આપો અને બહાર ફરવાના કાર્યક્રમો પણ બનાવો.
સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ ચોક્કસ કરાવો. યોગ અને વ્યાયામને તમારી દિનચર્યામાં સામેલ કરો.
શુભ રંગઃ આસમાની
શુભ અંકઃ 5
***
તુલા-
પોઝિટિવઃ તમે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને તમારા સંતુલિત વર્તન અને આત્મવિશ્વાસથી સંભાળી શકો છો. કોઈપણ સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે. જો સરકાર અથવા કોર્ટ સંબંધિત કેસ અટવાયો તો આજે તેમાં સફળતા મળવાના વ્યાજબી યોગ છે.
નેગેટિવઃ પૈસાની બાબતમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈ નજીકની વ્યક્તિ, કોઈ સંબંધી કે નજીકની વ્યક્તિને લગતી કોઈ અપ્રિય માહિતી મળવાથી મન અશાંત રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે.
વ્યવસાયઃ વેપાર ક્ષેત્રે નવા ઓર્ડર મળે તેવી શક્યતા છે. પેપર વર્ક કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી અને લક્ષ્યને પહોંચી વળવામાં બેદરકારી ન રાખવી જોઈએ.
લવઃ મિત્રો અને સંબંધીઓને મળવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ વધુ પડતા કામના ભારણનાં કારણે થાકનો અનુભવ થશે.
શુભ રંગઃ લીલો
શુભ અંકઃ 1
***
વૃશ્ચિક-
પોઝિટિવઃ વ્યવસ્થિત ને આયોજનબદ્ધ રીતે કાર્ય સંપન્ન કરો. ધાર્યું પરિણામ મળવાથી ખુશ રહેશો. આવક વધશે. યુવાનોને કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ કામમાં અડચણ આવી શકે છે અને આ કારણે ગુસ્સો આવશે. ઘરમાં નવું કામ શરૂ કરતા પહેલાં બજેટનું ધ્યાન રાખવું જરૂરી.
વ્યવસાયઃ આ સમયે વ્યવસાય સંબંધિત કોઈ પણ કામમાં પોતાની યોગ્યતા તથા કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. બીજા પર વિશ્વાસ કરવો નુકસાનદાયક બની કે છે. મશીનરી સાથે જોડાયેલા વ્યવસાયમાં ફાયદો થશે. ઑફિસમાં પણ કોઈ ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.
લવઃ જીવનસાથી તથા પરિવાર સાથે સંબંધો સારા રહેશે. વ્યક્તિગત નિર્ણયમાં જીવનસાથીની સલાહ અવશ્ય લો.
સ્વાસ્થ્યઃ મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. આ સાથે જ સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
શુભ રંગઃ ગુલાબી
શુભ રંગઃ 3
*** ધન- પોઝિટિવઃ બાળકોના શિક્ષણ તથા કરિયર અંગે કોઈ મુશ્કેલી હશે તો તેનો ઉકેલ આવશે. વિવાદિત સંપત્તિનો કેસ છે તો કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલ આવે તેવી શક્યતા છે. તાણમાંથી રાહત મળશે. નેગેટિવઃ આકસ્મિક ખર્ચમાં વધારો થઈ શકે છે. ધીરજ ને સંયમથી કામ કરવું. ગેરસમજણને કારણે સંબંધોમાં કડવાશ ના આવે તેનું ધ્યાન રાખો. વ્યવસાયઃ લાપરવાહી ના રાખો. આ સમયે સારા ઓર્ડર મળશે. નોકરિયાત વર્ગે પોતાના બોસ ને ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલબાજી કરવી નહીં. લવઃ દાંપત્ય જીવન સૌહાર્દપૂર્ણ રહેશે, પરંતુ પ્રેમ સંબંધોમાં ગેરસમજણ થઈ શકે છે. એકબીજા પર વિશ્વાસ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્યઃ જીવનશૈલીને યોગ્ય રાખો. કોઈ પણ પ્રકારની ખોટી આદત તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. શુભ રંગઃ લાલ શુભ અંકઃ 5 *** મકર- પોઝિટિવઃ કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કામ પૂરા થશે અને તમારી અંદર અલગ જ એનર્જી જોવા મળશે. યુવાવર્ગ પોતાના ભવિષ્ય સંબંધિત કામો અંગે ગંભીર રહે. નેગેટિવઃ વધુ ખર્ચ કરવાને કારણે નાણાભીડ રહેશે. ઉધાર લીધેલા પૈસા પરત આપવાનો પ્રયાસ કરો. બપોર પછી કોઈ પણ કામ અટકી જતાં ચિંતા રહેશે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તે અંગે બે-વાર વિચાર કરો. વ્યવસાયઃ કાર્ય સ્થળ પર કોઈપણ બહારની વ્યક્તિની દખલગીરી ના થવા દો. કર્મચારીઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક રાખવાથી વ્યવસાયમાં ફાયદો થશે. લવઃ ઘર-પરિવારમાં સુખદ માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં સમય બગાડવા સિવાય કંઈ ખાસ મળશે નહીં. સ્વાસ્થ્યઃ જોખમી કામમાં રસ ના લો. કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા આવી શકે છે. શુભ રંગઃ આસમાની શુભ અંકઃ 7 *** કુંભ- પોઝિટિવઃ દિવસ સારી રીતે પસાર થશે. મિત્ર અથવા સંબંધીઓ સાથે ચાલતો વિવાદ દૂર થઈ સંબંધોમાં મધુરતા આવશે. ઘરની સાફ-સફાઈ તથા અન્ય કાર્યમાં તમારો રસ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. નેગેટિવઃ કોઈ પણ કામ કરતા પહેલાં તે અંગે પૂરી જાણકારી મેળવો, કારણ કે અનુભવ વગર કામ ખરાબ થઈ શકે છે. કોર્ટ કેસ અથવા સંપત્તિ વિવાદને મધ્યસ્થીથી ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાયઃ શરૂઆતમાં લીધેલા નિર્ણયોમાં થોડી મુશ્કેલી આવશે. યોગ્ય પરિણામ મળશે નહીં. હાલના સમયે પ્રોડક્શનની સાથે સાથે ગુણવત્તામાં પણ ધ્યાન આપો. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા છે. લવઃ પતિ-પત્ની વચ્ચે ચાલતી ગેરસમજણ દૂર થશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્યઃ વાહન સાવચેતીથી ચલાવવું. જોખમી કાર્યોથી દૂર રહેવું. આ સમયે ઈજા કે દુર્ઘટના થવાની આશંકા છે. શુભ રંગઃ સફેદ શુભ અંકઃ 6 *** મીન- પોઝિટિવઃ આજે તમને વિશેષ ઉપલબ્ધિ મળી શકે છે. પોતાના કામોને વ્યવસ્થિત રીતે કરવાથી સફળતા મળશે. સમાજમાં માન-પાન વધશે. વિદ્યાર્થીઓની સમસ્યા દૂર થશે. નેગેટિવઃ અનિચ્છનીય વ્યક્તિઓથી દૂર રહેવું. તમારો ગુસ્સો બીજા માટે સમસ્યા ઊભી ના કરે તે જોવું. થોડો સમય આધ્યાત્મિક અથવા ધાર્મિક કાર્યો કરો. વ્યવસાયઃ ડીલ કે લેવડ-દેવડમાં સાવચેતી રાખો. નોકરી મળવાની શક્યતા છે. લવઃ પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આવશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા વધશે. સ્વાસ્થ્યઃ ઋતુ બદલતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉધરસ, શરદી તથા ગળામાં દુખાવો થઈ શકે છે. શુભ રંગઃ લાલ શુભ અંકઃ 6