Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગો સહિત એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને આકાસા એર પાસેથી ડિસેમ્બર મહિના દરમિયાન વસૂલવામાં આવેલા સરેરાશ ભાડાનો સંપૂર્ણ ડેટા માગ્યો છે. કેન્દ્ર સરકારે આ પગલું ત્યારે ભર્યું જ્યારે ગયા મહિને પાઇલટોની અછતને કારણે ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ રદ કરી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી અને તેમને અનેક ગણું ભાડું ચૂકવવું પડ્યું હતું.


ભારતના એવિએશન માર્કેટમાં લગભગ 63% હિસ્સો ધરાવતી ઇન્ડિગોએ એકલા ડિસેમ્બરમાં લગભગ 4,500 ફ્લાઇટ્સ રદ કરી હતી. કંપની પાસે પાઇલટોની ભારે અછત હતી, જેના કારણે તેને તેના દૈનિક 2,300 ઓપરેશન્સમાંથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રોકવી પડી હતી.

આ સંકટની અસર સમગ્ર દેશના હવાઈ ટ્રાફિક પર પડી અને મજબૂરીમાં મુસાફરી કરનારા યાત્રીઓ પાસેથી એરલાઇન્સે મોટું ભાડું વસૂલ્યું.

CCI તપાસ કરી રહી છે, માર્કેટમાં પ્રભુત્વનો ખોટો ઉપયોગ તો નથી ને?

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ઈન્ડિગો વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. કમિશન આ વાતની તપાસ કરી રહ્યું છે કે શું ઈન્ડિગોએ પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાડામાં અયોગ્ય વધારો કર્યો છે.

નિયમો અનુસાર, કોઈ પણ કંપની બજારમાં પોતાની મોટી ભાગીદારીનો ઉપયોગ ગ્રાહકોના શોષણ માટે કરી શકતી નથી.