Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

9 ઓક્ટોબર, સતત ચોથા દિવસે સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹472 વધીને ₹1,22,570 થયો છે. અગાઉ, તે ₹1,22,098 હતો. અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,24,200 પહોંચ્યો છે. આ અઠવાડિયે, માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં 5618 રૂપિયાનો વધારો થયો છે.


આ તરફ ચાંદીનો ભાવમાં પણ વધારો થયો છે. ચાંદી પણ પ્રતિ કિલો ₹1,400 વધીને ₹1,54,100 થઈ ગઈ છે. ગઈકાલે, ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹1,52,700 હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે ₹46,408નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹76,162 હતો, જે હવે વધીને ₹1,22,570 થયો છે.

આ દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹68,083નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹86,017 હતો અને હવે તે વધીને ₹1,52,700 પ્રતિ કિલોગ્રામ થયો છે.