ચીનમાં કોરોનાથી થયેલી તબાહીની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આવામાં શી જિનપિંગની સરકાર તે લોકોને ગાયબ કરી રહી છે, જે લોકોએ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
બીબીસીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે અત્યાર સુધી 100 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાં ઘણી મહિલાઓ પણ છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન તેમની આઝાદીની માગ કરી રહ્યું છે. એક સંગઠને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની લિસ્ટ બહાર પાડી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ચીનમાં હજારો લોકોએ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ શ્વેતપત્ર લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. જોકે, હવે આ ધરપકડ ઝડપી થઈ ગઈ છે. બીબીસી અનુસાર, અટકાયત કરાયેલા લોકો એક્ટિવિસ્ટ નથી પરંતુ લેખકો, પત્રકારો, શિક્ષકો અને સંગીતકારો છે જેઓ યુએસ અને યુકેમાં અભ્યાસ કરીને પરત ફર્યા હતા.