Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક હંમેશા એ વાત પર ભાર મૂકતાં રહ્યા છે કે તેમને ભારતીય વારસા પર ગર્વ છે. તાજેતરમાં, તેમણે માન્ચેસ્ટરમાં આયોજિત શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં તે ખુલાસો કર્યો કે કેવી રીતે તેમણે બ્રિટનમાં સતત પાછળ રહેતી અને તૂટવા તરફ આગળ વધી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને એકીકૃત કરવા સાથે મજબૂત કરી અને તેમાં ભારતીય વારસાનાં મૂલ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સંમેલનમાં ભારતીય મૂળની તેમની ગૃહસચિવ સુએલા બ્રેવરમેન પણ હતી, જેમણે સુનકને સમર્થન આપ્યું.


બ્રિટનમાં પહેલી વખત આટલા મોટા મંચ પર મુખ્ય ભૂમિકામાં બે ભારતીય હતા. સુનેકે કહ્યું કે મહત્ત્વાકાંક્ષા એ અમારો વારસો છે. તે અમારા ડીએનએમાં છે અને તે જ મારાં દાદા-દાદીને ભારતથી યુકેમાં લાવ્યાં. પાર્ટીએ પણ તેને અપનાવ્યું અને હવે અમે મજબૂત સ્થિતિમાં છીએ. અમે એકીકરણ પર કામ કર્યું અને પરિવાર, તક અને સમુદાયને મહત્ત્વ આપ્યું.