સોનાની કિંમતોમાં ઘટાડા પાછળ એક મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઘટી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદતા હોય છે.
જો તમે સોનું ખરીદવાનો (Gold Buy)મૂડ બનાવી રહ્યા હોય તો તમારે હમણાં થોડી રાહ જોવી જોઇએ. જોકે પાછલા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ એક જ કક્ષામાં ફરી રહ્યો છે. ઓગસ્ટ-2020માં સોનું 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચાઇએ હતો. ત્યાર બાદ સોનામાં ભાવમાં મંદી આવી, તેમાંથી આજ સુધી બહાર નથી આવી શક્યા.
સોનાની કિંમતમાં ઘટાડાનું અનુમાન
હકીકતમાં ગ્લોબલ મંદી (Global Recession)ને કારણે આગળ પણ સોનાની કિંમતોમાં ઘટાડો (Gold Price Fall)નું અનુમાન છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અનુસાર ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સોનાની ખપતમાં પાછલાના વર્ષની તુલનાએ લગભગ એક ચતુર્થાંશ ઘટાડો આવી શકે છે.
ભાવ ઘટવાનું મોટું કારણ મોંઘવારી
તહેવારોની સિઝનમાં (Festive Season)વેચાણમાં વધારો જરૂર થયો, પરંતુ જેટલી ધારણા હતી એમાં સફળતા ન મળી. સોનાની કિંમતોમાં ઘટાડાનું મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઓછી થઇ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદે છે.
જણાવી દઇએ કે ભારત દુનિયામાં સૌથી વધુ સોનાની ખપતવાળા દેશોમાં બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને ચીન છે. એક્સપર્ટનું માનીએ તો ડિમાન્ડ ઘટવાને કારણે કિંમતો પર અસર પડી શકે છે, જે બે વર્ષથી વધુ સમયમાં પોતાના સૌથી નીચલા સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે.
એસોસિયેશનની વેબસાઇટ અનુસાર 01 નવેમ્બરના શરાફા બજારમાં સોનું સસ્તું થઇ 50,460 રૂપિયે આવી ગયું હતું, જે પાછલા મહિનાની શરૂઆતમાં 52 હજાર પર પહોંચી ગયું હતું. ત્યાં ઓગસ્ટ-2020માં સોનાએ રેકોર્ડ 56000 રૂપિયાની સપાટીને સ્પર્શયું હતું.