Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં મતદારયાદી તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે તેમાં 25-30 લાખ નવા મતદાર જોડાઈ શકે છે. ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે બીજાં રાજ્યના લોકોનું જનપ્રતિનિધિત્વ પણ કાયદા હેઠળ પોતાનું નામ મતદાર તરીકે જોડાવી શકે છે. પંચની આ જાહેરાત પછી આ પરપ્રાંતીઓમાં ભારે ઉત્સાહ છે. અહીં દસકાઓથી રહેતા પરપ્રાંતીઓનું કહેવું છે કે, મતદાનનો હક મળતા જ હવે અમારો અવાજ પણ નેતાઓ સાંભળશે. જોકે, કાશ્મીરના સ્થાનિક પક્ષો પરપ્રાંતીઓને મતદાનનો હક આપવાનો વિરોધ કરી રહ્યા છે.


આ દરમિયાન ભાસ્કરે જમ્મુમાં પરપ્રાંતીઓની વસતી ધરાવતા વિસ્તાર દિગિઆના, પ્રીતનગર, નાનક નગર, મીરાં સાહિબ કુંજવાની, કાસિમનગર, રાજીવનગરની મુલાકાત લીધી. બિહારના ભાગલપુર જિલ્લાથી અહીં આવીને વસેલા ફળ વિક્રેતા અજય શાહ કહે છે કે, ‘મારા પિતા 1981માં જમ્મુ આવીને વસ્યા હતા. મારા બંને પુત્ર ડિગ્રી કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરે છે. અમે વર્ષોથી લોકસભા ચૂંટણીમાં મતદાન કરીએ છીએ, પરંતુ કલમ 370ના કારણે વિધાનસભા ચૂંટણીમાં મતદાન ન કરી શક્યા. હવે આ મુશ્કેલી દૂર કરી દેવાઈ છે. હવે હું પરિવારના તમામ આઠ સભ્યના મતદાન કાર્ડ બનાવી રહ્યો છું.’ તેમના પિતા ભૂપાલ શાહ કહે છે કે, ‘1996 અને 2002ની ચૂંટણીમાં અહીં રહેલા કેટલાક પરપ્રાંતીઓએ મત આપ્યો હતો, પરંતુ અમુક પક્ષોના વિરોધ પછી મતદારયાદીમાંથી અમારા નામ કાઢી નંખાયા.’