Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લેબેનાનમાં મંગળવારે પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ હવે વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ થયો છે. અલજઝીરા અનુસાર, આ હુમલામાં અત્યારસુધીમાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 450થી વધું લોકો ઘાયલ થયા છે. રાજધાની બૈરૂતના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી સામે આવી છે.

આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમસંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબેનાનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.

આ વોકી ટોકીનું નામ ICOM V 82 છે, જે જાપાનમાં બનેલ છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લેબેનાનમાં આ બીજો મોટો ટેક્નોલોજીકલ હુમલો છે. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5000 પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.

આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. એને આ વર્ષની શરૂઆતમાં લેબેનાન મોકલવામાં આવ્યાં હતાં. મંગળવારે, આ પેજર્સ પર એક સંદેશ આવ્યો, જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 12 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં હિઝબુલ્લાહના 8 સભ્ય અને 2 બાળકનો સમાવેશ થાય છે. આ હુમલામાં 3000થી વધુ ઘાયલ થયા છે, જેમાં લેબેનાનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.