ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે રૂા. 7 લાખમાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી. જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે.ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે રૂા.7 લાખની માંગ કરી પહેલાં રૂા. 3 લાખ અને ખર્ચના રૂા. 50 હજાર લઈ લેવા જણાવ્યું હતું.