ભારતીય કંપનીઓએ કોરોના મહામારી બાદ ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. તાજેતરમાં જ યુએસ બિલિયોનેર એમ્બિશન્સ પર એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં અબજોપતિઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કૈંટરના અહેવાલ મુજબ દેશનો મધ્યમ વર્ગ સંકોચાઈ રહ્યો છે તેની વસ્તુઓ ખરીદવાની ક્ષમતા ઘટી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ મધ્યમ વર્ગના પગારમાં ધીમો વૃદ્ધિ દર છે અને હવે સરકારે પણ કંઈક આવું જ કહ્યું છે.
સરકારે કેટલાક આંકડા આપ્યા છે જે દર્શાવે છે કે 15 વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે. આ 15 વર્ષોમાં જ્યારે ખાનગી કંપનીઓનો નફો સર્વોચ્ચ સ્તરે રહ્યો છે, ત્યારે કર્મચારીઓના પગારમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. આ બાબતે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને ખાનગી ક્ષેત્રની કંપનીઓને ચેતવણી આપી હતી.
ખાનગી કંપનીઓના વધતા નફા અને કર્મચારીઓના પગારમાં ધીમી વૃદ્ધિને લઈને એક અહેવાલ રજૂ કરાયો છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપીમાં 5.4 ટકાના તીવ્ર ઘટાડાથી નીતિ ઘડવૈયાઓમાં ચિંતા વધી ગઈ છે. આ ત્યારે છે જ્યારે છેલ્લા ચાર વર્ષમાં ખાનગી કંપનીઓના નફામાં ચાર ગણો વધારો થયો છે તે પ્રમાણમાં પગાર વધ્યો નથી.