રાજકોટના સહકાર મેઇન રોડ પર લગ્નના ફુલેકામાં દારૂની છોળો ઉડાવવાની ઘટના તાજી જ છે ત્યાં બુધવારે ખીરસરા ગામનો એક શખ્સ લગ્નના ફુલેકામાં દારૂની બોટલ હાથમાં લઇને દારૂ ઢીંચતો હોવાનો વીડિયો ફરતો થયો હતો. પોલીસે ખીરસરાના એ શખ્સને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
લોધિકાના ખીરસરામાં લગ્નના ફુલેકામાં એક શખ્સ મિત્રોના ખભા પર બેઠો હતો અને તેના હાથમાં દારૂની બોટલ હતી, તે મિત્રોના ખભા પર બેસી દારૂ પીતો હોય તેવો કોઇએ વીડિયો ઉતાર્યો હતો અને તે વીડિયો ફરતો થતાં લોધિકા પીએસઆઇ ચૌહાણ સહિતની ટીમ હરકતમાં આવી હતી. વીડિયોમાં દેખાતો શખ્સ ગોપાલ વલ્લભ સોલંકી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.