બ્રાઝિલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો ફાયરિંગ કરતા જોવા મળે છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક 12 વર્ષની બાળકી પણ સામેલ છે. હુમલા બાદ બંને હુમલાખોરો ફરાર થઈ ગયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટનાનું કારણ બંને આરોપી પૂલ ગેમમાં હારી ગયા હતા. હાર્યા પછી હોલમાં હાજર બાકીના લોકો તેમના પર હસવા લાગ્યા. આરોપીઓ આ સહન ન કરી શક્યા અને ગુસ્સામાં બંનેએ ફાયરિંગ કર્યું. હવે પોલીસે આરોપીને શોધખોળ હાથ ધરી છે.