ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. પવનની દિશા બદલાતા વહેલી સવારે થોડા અંશે ઠંડીનો અનુભવ થઈ શકે છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે જ બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ બાબતે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાજયમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનો અનુભવ નહિવત્ પ્રમાણમાં રહેશે. તદુપરાંત પવનની દિશા બદલાતા વહેલી સવારે ધૂંધળું વાતાવરણ રહેવાની સાથે થોડા અંશે ઠંડી અનુભવાઇ શકે છે. બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 15 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.