Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તમિલનાડુની ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે)માં નેતૃત્વ અને વર્ચસ્વની લડાઇ પર સુપ્રીમકોર્ટે બ્રેક લગાવી દીધી છે. સુપ્રીમકોર્ટે ગુરુવારે ઇ. પલાનીસામી (ઇપીએસ) જૂથને મોટી રાહત આપતા મહાસચિવ તરીકે કામ ચાલુ રાખવાને લીલી ઝંડી આપી દીધી છે. તે પલાનીસામીના વિરોધી ઓ. પન્નીરસેલ્વમ જૂથ માટે મોટો ઝટકો મનાય છે.


મદ્રાસ હાઇકોર્ટે પલાનીસામીને એઆઇએડીએમકેને એકમાત્ર નેતાના રૂપમાં માન્યતા આપી હતી. એ નિર્ણયને પન્નીરસેલ્વમે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ ચુકાદા પછી પક્ષનું સુકાન સંપૂર્ણપણે પલાનીસામી પાસે રહેશે.

હકીકતમાં પક્ષના દિવંગત વડાં જયલલિતાના નિધન પછી પક્ષ પર કબજાને લઇને વિવાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે પન્નીરસેલ્વમ અને પલાનીસામી સાથે જયલલિતાના સાથીદાર શશીકલા પણ આ વિવાદમાં સામેલ હતાં. બાદમાં તેઓ અલગ થઇ ગયાં અને પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયો. એક જૂથ પલાનીસામી સાથે રહ્યો, તો બીજો પન્નીરસેલ્વમ સાથે જતું રહ્યું.