ટીમ ઈન્ડિયા મિશન વર્લ્ડ કપ માટે તૈયાર છે. ભારતે એશિયા કપ જીતીને ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ માટે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. આ ટુર્નામેન્ટમાં મેનેજમેન્ટને એવા સવાલોના જવાબો મળ્યા જે લાંબા સમયથી ટીમને પરેશાન કરી રહ્યા હતા.
ટોપ ઓર્ડર ફોર્મમાં છે, કેએલ રાહુલ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પણ નંબર-4 અને મિડલ ઓર્ડર પોઝીશન પર તૈયાર છે. બોલરો પાવરપ્લેની સાથે મિડલ ઓવર્સમાં પણ વિકેટો લઈ રહ્યા છે. ટીમે નોકઆઉટ સ્ટેજમાં ચોક થઈ જવાનો દોર પણ તોડી નાખ્યો છે.
એશિયા કપ પહેલા મોટો સવાલ એ હતો કે જસપ્રીત બુમરાહ ઈજા બાદ પોતાને સાબિત કરી શકશે કે નહી. મોહમ્મદ સિરાજ એકલો નહીં કરી શકે. અને શું મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને પ્લેઇંગ-11માં તક આપવી યોગ્ય રહેશે?
ટીમ ઈન્ડિયા શરૂઆતની 10 ઓવરમાં વિકેટ લઈને દબાણ બનાવી રહી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં બોલરો ઘણા રન આપી રહ્યા હતા. એશિયા કપમાં હાર્દિક પંડ્યાની સાથે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની બોલિંગથી પણ આ સમસ્યા દૂર થઈ ગઈ હતી.
એશિયા કપ પહેલા શુભમન ગિલ વેસ્ટઈન્ડિઝના પ્રવાસમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યાએ ઈશાન કિશનને લેવાની વાત શરૂ થઈ હતી. વિરાટ કોહલી ઘણા સમયથી વન-ડે રમ્યો ન હતો, જ્યારે રોહિત શર્મા પણ આઉટ ઓફ ફોર્મ દેખાઈ રહ્યો હતો.