દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનનું બુકિંગ 28 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.
ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે 10 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 31 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે.