અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ટિ્વટરમાંથી આશરે 70 હજાર ભારતીય ટેક્નોક્રેટ્સની છટણી થઇ છે. તેમાં મોટા ભાગના ભારતીય છે, જે અમેરિકામાં એચ-1બી અને એલ1 વિઝા પર અમેરિકામાં રહે છે. જો 60 દિવસમાં તેમને બીજી નોકરી નહીં મળે તો તેમણે અમેરિકામાંથી જતું રહેવું પડશે.
આ દરમિયાન અમેરિકન સુરક્ષા મંત્રાલય અને ઇન્ટેલિજન્સે છટણીનો શિકાર થયેલા ટેક્નોક્રેટ્સને નોકરી આપવાની યોજના ઘડી છે. આ માટે એચ-1 વિઝા કેટેગરી પણ બનાવાઇ છે. તે અંતર્ગત છટણીનો શિકાર ભારતીયોને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.
અમેરિકામાં અત્યાર સુધી સુરક્ષા મંત્રાલયમાં અમેરિકન નાગરિકો અને ગ્રીનકાર્ડ હોલ્ડરને જ નોકરી અપાતી. આવું પહેલીવાર છે કે એચ1 વિઝા કેટેગરી ધરાવતા ઉમેદવારોને સુરક્ષા મંત્રાલયમાં કામ કરવા યોજના તૈયાર કરાઇ હોય. સાઈબર સિક્યોરિટીના ડિરેક્ટર રોબ જોયસનું કહેવું છે કે છટણીનો ભોગ બનેલા કર્મીઓનો, ખાસ કરીને ભારતીય ટેલેન્ટનો, સારો ઉપયોગ થઇ શકે છે.