ઑનલાઇન પ્લેટફોર્મ મારફતે મ્યુચ્યુઅલ ફંડ્સના ડાયરેક્ટ પ્લાનમાં નાના શહેરોના રોકાણકારો તેજીથી રોકાણ કરી રહ્યાં છે. ટોપ 30 (ટી-30) શહેરોની તુલનાએ નાના શહેરો (બી-30)માં રોકાણકારોનો હિસ્સો ઝડપી ગતિએ વધી રહ્યો છે. રિટેલ બી-30 (ટી-30 સિવાય) શહેરોના એકાઉન્ટ અથવા ફોલિયો ગત નાણાકીય વર્ષે 52% વધ્યા હતા. ટી-30 શહેરોમાં આ ગ્રોથ 39% રહ્યો હતો. એટલે કે મોટા શહેરોની તુલનામાં નાના શહેરોમાં 33.33% વધુ ગ્રોથ નોંધાયો હતો.
31 માર્ચ, 2024ના રોજ ડાયરેક્ટ પ્લાનમાં બી-30 શહેરોના રિટેલ ખાતાની સંખ્યા 2.81 કરોડ થઇ હતી. ટી-30 એટલે કે ટોપ 30 શહેરોના ખાતાની સંખ્યા તેનાથી 8% ઓછી 2.6 કરોડ છે. જો કે કુલ રોકાણમાં નાના શહેરોનો હિસ્સો ખૂબ ઓછો છે. બી-30 કુલ 2.81 કરોડ ખાતામાંથી 1.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ છે જ્યારે ટી-30 શહેરોના 2.6 કરોડ ખાતામાં 5.8 લાખ કરોડનું રોકાણ છે. ફોલિયો દીઠ સરેરાશ રોકાણ નાના શહેરોમાં 51,600 રૂપિયા છે જ્યારે મોટા શહેરોમાં તે 2,23,000 રૂપિયા છે. નાના શહેરોના રોકાણકારોનો શેરમાર્કેટમાંથી મ્યુચ્યુઅલ ફંડ તરફ ઝોક વધ્યો