ગીર ગઢડા પંથકના જુના ઉગલા ગામની વસ્તી 4 હજાર ની છે અહીંયા લોકોને પીવા માટે નર્મદાનું પાણી આવે છે.પરંતુ જે ટેન્કમાં પાણી ભરાઈ છે તેમાં કાદવ-કીચડ છે.ઉપરાંત આસપાસમાં પણ સફાઈ થતી નથી જેથી લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે.હાલ અહીંયા વહીવટદારનું શાસન છે લોકો રજૂઆત કરી ને થાક્યા છે.
પરંતુ સાંભળે જ છે કોણ છેલ્લા 10 દિવસથી આ સ્થિતિ છે. ટીડીઓને રજૂઆત કરી ચુક્યા છે. લોકોએ કહ્યું હતું કે અમારર પ્લોટ વિસ્તારમાં જે બોર બનાવ્યો છે. ડંકી માત્ર દેખાવ પુરતી હોય તેમ ડંકીમાં પાણી આવતુ નથી અને પાણીની મોટર ચાલુ કરે તો ધીમી ધારે પાણી આવે છે.
પીડાદાયક વાત એ છેકે માલઢોર પણ અવેડા માંથી દુષિત પાણી પીવે છે. આ માલઢોર કોને ફરીયાદ કરવા જશે હાલ ગ્રામજનો માલઢોર અને શ્વાન અવેડા માંથી પાણી પીવે છે. તે માંથી લોકો પાણી ભરી રહ્યા હતા.