Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટેસ્ટ રમવા માટે 17 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચેલી ઇંગ્લેન્ડની ટીમે પહેલા દિવસે જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. રાવલપિંડી ટેસ્ટના પહેલા દિવસે ટીમે 75 ઓવરમાં 4 વિકેટે 506 રન બનાવ્યા હતા. તેમના બન્ને ઓપનર્સે સદી ફટકારતા 35.4 ઓવરમાં 233 રનની ભાગીદારી કરી હતી. 3 નંબર પર ઉતરેલા ઓલી પોપ અને 5મા નંબરે ઉતરેલા હૈરી બ્રૂકે પણ ટીમ માટે સદી ફટકારી હતી. આ રીતે ટેસ્ટના પહેલા જ દિવસે ઇંગ્લેન્ડના 4 બેટર્સે સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. હૈરી બ્રૂક પ્રથમ દિવસની રમતના અંત સુધી તેની સાથે 101 રન બનાવીને અણનમ છે. બીજા દિવસની રમત શુક્રવારે સવારે 10 કલાકે શરૂ થશે.

ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે 500થી વધુ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ ટીમે પહેલા જ દિવસે 500થી વધુ રન બનાવ્યા હોય. અગાઉ 1910માં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે 494/4 રન બનાવ્યા હતા. આ રીતે ઇંગ્લેન્ડે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.