માર્ચનો પહેલો દિવસ એટલે કે બુધવારથી LPG સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2119.50 રૂપિયા થશે જ્યારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હશે. ભાવ વધારો 1 માર્ચથી જ લાગુ થશે. 8 મહિના બાદ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 6 જુલાઈ, 2022ના રોજ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1110 રુપિયા છે.