અમેરિકાથી ઈઝરાયલના ગુપ્ત દસ્તાવેજો લીક થયા છે. આ દસ્તાવેજોમાં ઈરાન પર હુમલો કરવાની યોજના હતી. CNNના અહેવાલ મુજબ અમેરિકાએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
CNNએ એક અમેરિકન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આને 'મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર' નામની ચેનલ દ્વારા શુક્રવારે 18 ઓક્ટોબરે ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ દસ્તાવેજો પર ટોપ સિક્રેટ અને 15 અને 16 ઓક્ટોબરની તારીખ લખેલી છે. આ પ્રકારના દસ્તાવેજોનું લીક થવું એ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
આ દસ્તાવેજો માત્ર અમેરિકા અને તેના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન માટે છે. આ તમામ દેશો ઈન્ટેલિજન્સ નેટવર્ક ફાઈવ આઈઝનો ભાગ છે.
ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર 180 મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી.