એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીને કારણે લોટ-દાળ જેવી ખાદ્ય વસ્તુઓની અછત છે, લોકોની સામે ભૂખમરાની નોબત આવી પડી છે. ત્યારે બીજી તરફ કંગાળ હાલતમાં પણ સેના માટે હથિયારોની ખરીદી પર કોઈ અસર જોવા મળી નથી. આ માહિતી અફઘાન ડાયસ્પોરા નેટવર્ક (એડીએન)ના રિપોર્ટમાંથી સામે આવી છે.
પાકિસ્તાનમાં સરકારે આરોગ્ય, શિક્ષણ અને આવાસ ખર્ચમાં મોટો કાપ મૂક્યો છે છતાં રક્ષા બજેટ 1.53 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા (7.5 અબજ ડોલર) છે, જે વર્ષ 2021-22ના લશ્કરી ખર્ચ કરતાં 12% વધુ છે. રિપોર્ટ અનુસાર સેનાની ખરીદી પર નવા ડેટા ગોપનીય છે, પરંતુ અગાઉના બજેટના ડેટાથી ચિત્ર સ્પષ્ટ છે. 2021માં સેનાએ 26 કરોડ ડોલરનાં લશ્કરી વાહનો ખરીદયાં, જ્યારે 2020માં 9.2 કરોડ ડોલરની ખરીદી કરી હતી. 2021માં નૌકાદળ માટે 35.8 કરોડ ડોલરનાં જહાજની વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી, જોકે એક વર્ષ પહેલાં પણ 14.5 અજબ ડોલરની ખરીદી કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષમાં વાયુસેના માટે ચીન તરફથી ડ્રોન અને સેન્સરનું બજેટ વધી ગયું છે.