Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરત વિસ્તારમાં રહેતા યુવકને યુવતી તરફ એકતરફી પ્રેમ થઈ ગયો હતો. યુવકે ઘટનાના દિવસે યુવતીને ગાડી બંધ પડી ગયેલ હોવાનું જણાવી મદદની માંગણી કરી બોલાવી હતી. ત્યારબાદ યુવતીની મોપેડ પર બેસી યુવતીને પાછળ બેસાડી તાપી કિનારાના ખેતરાળ વિસ્તારમાં લઈ જઈ ઓઈલ જેવું પ્રવાહી પીવડાવવાની કોશીશ કરી તથા શરીર પર એસીડ નાંખી તાપી નદીમાં ફેંકી દીધી હતી. પરંતુ યુવતીનો આબાદ બચાવ થયો હતો.


યુવતી પર એસીડ નાંખી તાપી નદીમાં ફેંકી દીધી

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરથાણ ખાતે રહેતા દર્શીલ વઘાસિયાને વરાછા ખાતે રહેતી યુવતી હસ્તીબહેન બાથાણી સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો.દર્શન વઘાશિયાએ ઘટનાના દિવસે હસ્તીબહેનને પોતાની ગાડી બંધ થઈ ગયેલ છે. તુ મને તારી ગાડી ઉપર મારા ઘરે મુકી જા એવું જણાવેલ પરંતુ યુવતીએ ના પાડતાં દર્શિલે જણાવેલ કે મારા ઘરે મુકવા માટે નહીં આવે તો કંઈ નહીં મને મારા પપ્પાની સાઈટ પર ગઢપુર તરફ મુકી દે એમ જણાવ્યું હતું.

માછીમારોના પાણીમાં પડેલ યુતીને બચાવી લીધી
ત્યારબાદ યુવતીની મોપેડ દર્શિલે ચલાવી યુવતી મોપેડ પાછળ બેસાડી ગામડાઓમાં થઈ સાંકી મંદિર પાસે લઈ જઈ ત્યાંથી ગલતેશ્વર મંદિરની પાસે આવેલ તાપી નદીના પુલથી ઘલા ગામ તરફ ત્રણેક કિમીના અંતરથી ખેતરાળી રસ્તાએ લઈ જઈ દર્શિલે યુવતીને જણાવેલ કે તુ મારી ન થાય તો હું તને કોઈની ન થવા દેવા, તે તારા ભાઈને હું તને હેરાન કરૂ છું. તેવુ જણાવી બહુ મોટી ભૂલ કરેલ છે. તને જાનથી મારી નાંખા, તારી હાલત ખરાબ કરી દઈશ એવું જણાવી યુવતીને ઓઈલ જેવું પ્રવાહી પીવડાવવાની કોશીશ કરી ખભા તેમજ પીઠ ઉપર એસીડ નાંખી ઈજા કર્યા બાદ ગલતેશ્વર મંદિરની પાસે આવેલ તાપી નદીના પુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી હતી, પરંતુ નશીબજોગે તે જ સમયે આવેલા સ્થાનિક માછીમારોના ધ્યાનમાં આવતાં પાણીમાં પડેલ યુતીને બચાવી લીધી હતી. ઘટનાની જાણ માંડવી પોલીસને થતાં પીઆઈ એચ. બી. પટેલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.